ખુબ જ ખાસ અંદાજમાં ઉજવવામાં આવ્યો કિંગ કોહલીનો જન્મ દિવસ, વીડિયો આવ્યો સામે, જુઓ - Chel Chabilo Gujrati

ખુબ જ ખાસ અંદાજમાં ઉજવવામાં આવ્યો કિંગ કોહલીનો જન્મ દિવસ, વીડિયો આવ્યો સામે, જુઓ

પોતાની ટીમ સાથે શાનદાર અંદાજમાં વિરાટ કોહલીએ ઉજવ્યો પોતાનો જન્મ દિવસ, હાર્દિક પંડ્યાએ કર્યું એવું કામ કે જુઓ વીડિયો

ટી-20 વર્લ્ડ કપમાં ફોર્મમાં ચાલી રહેલા ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનો આજે જન્મ દિવસ છે. વિરાટને આજે દુનિયાભરમાંથી જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે, સાથી ક્રિકેટર સાથે સાથે મોટા મોટા સેલેબ્સ પણ અવનવી રીતે વિરાટને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે ટીમ દ્વારા પણ ખુબ જ શાનદાર અંદાજમાં વિરાટનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

વિરાટ કોયહલીએ આજે પોતાના ટીમના સભ્યો સાથે મેલબોર્નમાં પોતાના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. આ વિરાટનો 34મોં જન્મ દિવસ હતો. વિરાટની સાથે આજના જ દિવસે ભારતીય ટીમના મેન્ટલ સ્ટ્રેથનિંગ કોચ પેડી આપ્ટનનો પણ જન્મ દિવસ હતો જેના કારણે આ બંનેએ એકસાથે જ કેક કાપી હતી.

કેક કાપ્યા બાદ વિરાટ અને પેડી બંને એકબીજાને કેક ખવડાવતા પણ જોવા મળ્યા હતા. જેના બાદ ઋષભ પંતે વિરાટ કોહલીના ગાલ પર કેક લગાવી અને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન ટીમના અન્ય ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા હતા અને બધા જ મસ્તી મજાકના મૂડમાં જોવા મળી રહ્યા હતા. હાથમાં કેક લઈને વિરાટ અર્ષદીપ સિંહને પણ કેક ખવડાવવા ગયો હતો.

આ વીડિયોમાં જ હાર્દિક પંડ્યા પણ કેમેરાની સામે કેક ખાતા ઝડપાયો હતો. તો કેએલ રાહુલ પણ ટેબલ પર રાખેલી કેક લેતા જોવા મળ્યો હતો. આ ઉરપટ ટીમના બધા જ ખેલાડીઓ ત્યાં હાજર હતા. આ ઉપરાંત વિરાટે ભારતીય પત્રકારો સાથે પણ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો અને કહ્યું હતું કે, “હું ફક્ત એક જ કેક કાપવાનું પસંદ કરીશ અને 13 નવેમ્બરે કાપવામાં આવશે !”

Uma Thakor

disabled