વડોદરાનો વિરાજ પટેલ પણ ઠગ નીકળ્યો; ગોવા,મુંબઇ અને વડોદરાની હોટલમાં મોડેલ સાથે ખુબ ઘપાઘપ કર્યું પછી એવો કાંડ બહાર આવ્યો કે માથું પકડી લેશો - Chel Chabilo Gujrati

વડોદરાનો વિરાજ પટેલ પણ ઠગ નીકળ્યો; ગોવા,મુંબઇ અને વડોદરાની હોટલમાં મોડેલ સાથે ખુબ ઘપાઘપ કર્યું પછી એવો કાંડ બહાર આવ્યો કે માથું પકડી લેશો

થોડા દિવસ પહેલા જ જમ્મુ કશ્મીરમાં PMOનો અધિકારી હોવાનું કહીને વૈભવી રજાઓ માણી રહેલા કિરણ પટેલની પોલીસે ધપરકડ કરી. આ મામલામાં બીજા પણ ઘણા ખુલાસા થયા ત્યારે હવે વધુ એક ઠગ પોલીસના હાથે ઝડપાયો છે.  આ ઠગ પણ  CMOનો નકલી અધિકારી બનીને રોફ મારતો ફરતો હતો.

વડોદરાના ઠગ વિરાજ પટેલની હાલ પોલીસે ધરપકડ કરી છે.  જે CMOનો નકલી અધિકારી બનીને લોકોની સાથે છેતરપીંડી કરતો હતો. તેના વિરુદ્ધ ગત રોજ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ મુંબઈની એક મોડલ દ્વારા લગાવવામાં આવી છે. જેને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ઠગ વિરાજ પટેલ CMOનો અધિકારી હોવાનું કહીને મોડલને ગિફ્ટ સિટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઠગ વિરાજ પટેલના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને દુષ્કર્મની ફરિયાદની તપાસ ગોત્રી પોલીસ કરી રહી છે. આ મામલે એવી પણ  માહિતી સામે આવી છે કે વિરાજ પટેલ પોતે CMOનો અધિકારી અને ગિફ્ટ સીટીનો માલિક હોવાનું જણાવતો હતો. જેમાં મુંબઈની એક મોડલ વિરાજની વાતોમાં આવી ગઈ અને તેને ગીત સીટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

વિરાજનો આ ભાંડો ત્યારે ફૂટ્યો જયારે તે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો અને ત્યાં ઝઘડો થયો.  વિરાજ વડોદરામાં આવેલી વિવાંતા હોટલમાં મુંબઈની મોડલ સાથે રોકાયો હતો. જ્યાંથી તે બંને PVR થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયો હતો, આ દરમિયાન પ્રદીપ નાયર નામના વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો અને પોતે CMOનો અધિકારી અને ગિફ્ટ સીટીનો પ્રેસિડેન્ટ હોવાનું કહીને રોફ જમાવતો હતો. જેના બાદ પોલીસ બોલાવવામાં આવી. આ મામલે પોલીસે તપાસ કરતા જ મહાઠગની પોલ ખુલી ગઈ.

Uma Thakor

disabled