જો આ ભાઈની વાત પુલની સાચવણી કરતા લોકોએ માની લીધી હોત તો 141 લોકોનો જીવ બચી ગયો હોત, ફરિયાદ છતાં પણ આંખ આડા કાન કર્યા અને પરિણામ આવ્યું... - Chel Chabilo Gujrati

જો આ ભાઈની વાત પુલની સાચવણી કરતા લોકોએ માની લીધી હોત તો 141 લોકોનો જીવ બચી ગયો હોત, ફરિયાદ છતાં પણ આંખ આડા કાન કર્યા અને પરિણામ આવ્યું…

141 લોકોનો મોરબીનો ઝૂલતો પુલ  તૂટી જવાના કારણે દુઃખદ મોત થયા. મોરબીમાં ઘટેલી દુઃખદ દુર્ઘટનાને લઈને આખા ગુજરાતમાં શોકનો માહોલ છે, તહેવારો અને રજાઓનો સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો મોરબીના ઝૂલતા પુલ પર આનંદ માણવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યારે જ એક દુર્ઘટના ઘટી અને તેમાં 141 જિંદગીઓ હોમાઈ ગઈ. ત્યારે આ દુર્ઘટના ઘટ્યા બાદ લોકોમાં પણ એ સવાલ ઉભો થઇ ગયો છે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ ?

આ ઘટનાને લઈને ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં  જોવા મળી રહ્યું છે કે બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા, ત્યારે મોરબીના ઝૂલતા પુલ પર વધારે લોકોને જોઈને એક જાગૃત નાગરિકે પ્રસાશનને દુર્ઘટના ના ઘટે તે માટે થઈને ફરિયાદ પણ કરી હતી, છતાં ત્યાં હાજર જવાબદાર લોકોએ આંખ આડા કાન કર્યા અને થોડી જ ક્ષણોમાં મોરબી માટે કાળા દિવસ સમાન આ ગોઝારી ઘટના બની ગઈ.

એક સ્થાનિક મીડિયા  ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જામનગરના એક જાગૃત નાગરિક વિજયભાઈ ગોસ્વામી અને તેમના પરિવારે લગભગ બપોરે 4.30 વાગ્યાની આસપાસ આ ઝૂલતા પુલ પર ક્ષમતા કરતા વધારે લોકો હોવાની ફરિયાદ કરી હતી. વિજયભાઈએ આ પુલનું મેનેજમેન્ટ કરી રહેલી ઓરેવા કંપનીને મૌખિક રજુઆત કરીને જણાવ્યું હતું કે બ્રિજ પર કેટલાક યુવાનો મસ્તી કરી રહ્યા છે અને તેના કારણે જ પુલને નુકશાન પણ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વિજયભાઈની આ રજૂઆત છતાં પણ ફરજ પર રહેલા લોકોએ આંખ આડા કાન કર્યા હતા અને વિજયભાઈની ફરિયાદને હળવાશથી લીધી. પરંતુ આ ફરિયાદની થોડી જ ક્ષણો બાદ આ દુર્ઘટના ઘટી હતી. જો વિજયભાઈની ફરિયાદને ધાન્યમાં લઈને 4.30 વાગ્યા પછી જ જો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની જિંદગીઓ બચી ગઈ હોત.

Uma Thakor

disabled