માં રસોડામાં બટેકાની ચિપ્સ બનાવવા ગઈ અને પાછળથી 2 વર્ષનો દીકરો ભૂખ્યો તરસ્યો સૂઈ ગયો, ધ્રુજાવી દેતો બનાવ - Chel Chabilo Gujrati

માં રસોડામાં બટેકાની ચિપ્સ બનાવવા ગઈ અને પાછળથી 2 વર્ષનો દીકરો ભૂખ્યો તરસ્યો સૂઈ ગયો, ધ્રુજાવી દેતો બનાવ

2 વર્ષનો માસુમ લાડલો ભૂખ્યો સૂતો હતો અને FOREVER માટે આંખો મીંચી દીધી- રડી ન પડે તો કહેજો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારની રાત્રે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘર ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં 2 વર્ષના એક બાળકનું મોત થઇ ગયું હતું. તો પરિવારના 6 સભ્યો ઘાયલ થઇ ગયા હતા. જેમની હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી હતી. આતંકીયો દ્વારા ગ્રેનેડનો આ હુમલો બીજેપી કાર્યકર્તા જસબીર સિંહ, તેમના માતા-પિતા અને ત્રણ અન્ય સંબંધીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ખંડલી વિસ્તાર સ્થિત ઘર ઉપર સંદિગ્ધ આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા અને જેના કારણે ઘરની છત ફાટી ગઈ હતી.

આ ઘટનાને લઈને જયારે ભાસ્કરની ટીમ જસબીરના ઘરે પહોંચી ત્યારે નાનકડા વીરના મૃતદેહની ચારેબાજુ ઘરના સભ્યો બેઠા હતા. ચારેબાજુ રોકકળ ચાલતી હતી અને ઉદાસીનું વાતાવરણ હતું. વીરની ફઈબા બૂમો પાડી પાડીને પૂછી રહી હતી કે અંતે તેમના લાડલાનો વાંક શું હતો. બધાને કહેતી હતી- વીર ભૂખ્યો જ સૂતો હતો, માતા તેની પસંદની ચિપ્સ બનાવવા ગઈ હતી. ઉઠાડીને દીકરાને ખવડાવે એ પહેલાં જ હુમલો થઈ ગયો. અમારો લાડલો સૂતો હતો, જે કાયમ માટે સૂઈ જ ગયો…”

દિવ્ય ભાસ્કરની ટીમને ફઈએ રડતાં રડતાં કહ્યું, “મારા ભાઈને, મારા પરિવારને ન્યાય મળે. જો આ દેશદ્રોહી મર્દ હતા તો સામેથી હુમલો કરત, પીઠ પાછળ ખંજર કેમ ખોપ્યું. આ લોકોએ મારા પરિવારને ખતમ કરી દીધું. બાળકનું શરીર ચાળણી જેવું થઈ ગયું, તેને અહીં જ જીવ ગુમાવ્યો. મારા બાળક સાથે શું દુશ્મની હતી. ભગવાન ન્યાય કરશે, અમે અમારું બાળક ગુમાવી દીધું.”

મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજૌરીના સરકારી હોસ્પિટલમા સારવાર દરમિયાન વીરનું મોડી રાત્રે મોત થયું હતું. જેના બાદ બાળકના અંતિમ સંસ્કાર માટે તેના શબને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા પણ આ હુમલાની નિંદા કરવામાં આવી છે. જેના માટે જવાબદાર લોકોની તરત ધરપકડ કરવાની પણ અપીલ કરી છે.

Live 247 Media

disabled