આજે આખા દેશમાં વસંત પંચમીએ જ્યાં લગ્નની અંદર મંગળ ગીતો ગવાતા હશે ત્યાં આજે કિશનના બારમામાં ગાયવાયા મરશિયા, પત્નીની રડી રડીને હાલત થઇ ખરાબ - Chel Chabilo Gujrati

આજે આખા દેશમાં વસંત પંચમીએ જ્યાં લગ્નની અંદર મંગળ ગીતો ગવાતા હશે ત્યાં આજે કિશનના બારમામાં ગાયવાયા મરશિયા, પત્નીની રડી રડીને હાલત થઇ ખરાબ

આખા ગુજરાતની અંદર જે માલધારી યુવક કિશન ભરવાડની હત્યાનો મામલો હજુ પણ ગરમાઈ રહ્યો છે. તે કિશન ભરવાડનું આજે તેના વતન ચચાણા ખાતે યોજાયું. આજે કિશનના બારમાના દિવસે પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો હતો. કિશનના પિતા આજે કિશનની તસ્વીર પાસે ગમગીન થઈને બેઠેલા જોવા મળ્યા હતા.

કિશનના ભાઈઓ દ્વારા ઉત્તરક્રિયા કરવામાં આવી હતી તો કિશનના સસરા પણ ઉત્તરક્રિયા માટે કિશનના ગામ ચચાણા આવી પહોંચ્યા હતા. કિશનની ઉત્તરક્રિયામાં તેના પરિવારજનો, સાગા સંબંધીઓ ઉપરાંત માલધારી સમાજના લોકો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તરક્રિયા કરાવવા માટે કિશનનો નાનો ભાઈ બેઠો હતો.

તો આ પ્રસંગે સમાજની સ્ત્રી દ્વારા મરસીયા ગવાતા આખુંય વાતાવરણ ખુબ જ ગમગીન બન્યું હતું. કિશનની પત્નીના રડી રડીને હાલ બેહાલ બની રહ્યા હતા. જ્યાં આજે વસંતપંચમીના તહેવારને લઈને આખા દેશની અંદર ઠેર ઠેર મોટા પ્રમાણમાં લગ્નો યોજાય છે અને મંગલ ગીતો ગવાય છે ત્યાં આજે કિશનના ઘરની અંદર ગવાતા મરશિયાથી શોકનો માહોલ ફરી વળ્યો હતો.

ગત મહિનાની 25 જાન્યુઆરીના રોજ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આખા ગુજરાતને કિશનના નિધન ઉપર દુઃખ થયું છે, ત્યારે કિશનના પરિવારની આ સમયમાં હાલત ખુબ જ કફોળી બની છે. કિશનના નિધન બાદ તેના ઘરે રોજ સંખ્યાબંધ લોકો કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવતા રહે છે. લોકો આવીને કિશનના ઘરે લગાવવામાં આવેલી તસ્વીરને પ્રમાણ કરે છે અને પરિવારના સદસ્યોને સાંત્વના પાઠવે છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ અને એટીએસની તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે.  કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી 10 જેટલા આરોપીઓની ધપરકડ કરી લેવામાં આવી છે. બે દિવસ પહેલા જ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ ઝડપાયા હતા આ ત્રણમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જયારે અન્ય એક આરોપીએ શબ્બીરને ભાગવામાં મદદ કરી હતી.

કિશનના પિતાએ કહ્યું હતું કે મારું તો બસ એટલું જ કહેવું છે કે મારા દીકરાને ન્યાય મળે, પોલીસ ગુંડાતત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી. કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા છે. સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે.

કિશનની હત્યા બાદ પિતા શિવાભાઇ ખૂબ જ દુઃખી છે. જે હાથે દીકરા કિશનને તેમણે લાડ લડાવ્યા એ હાથે આજે તેના બેસણામાં પિતા ભારે હૈયા ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવ્યાં હતાં. વકીલ ચેતન પંડિતે કહ્યું કે, અમે હિન્દુ મહાસભાના પદાધિકારીઓ આજે કિશનભાઈના પરિવારને શાંત્વના આપવા માટે આવ્યાં છીએ. અમે આ પરિવારની સાથે જ છીએ.

કિશનભાઈ તેમનીની દીકરીને ડોક્ટર બનાવવાનું તેમનું સ્વપ્ન હતું ત્યારે હવે અમે આજે આ દીકરી આઈપીએસ બને તે માટેની વાત કરી છે. સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ બાળકીને એ પ્રકારની તાલિમ ભવિષ્યમાં આપવામાં આવે જેથી તેણી દેશની સેવા કરી શકે.રાકેશ તિવારીએ કહ્યું કે, ન્યાય માટેની લડત ચાલુ રહેશે.

કિશન ભરવાડની હત્યા થયા બાદ સમગ્ર રાજ્યમાં હિન્દુ સંગઠનોમાં પડઘો પડ્યો છે. ત્યારે કિશન ભરવાડના મોતને લઈને તેમની દીકરીના ભવિષ્યની ચિંતા સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. સામાજિક સંસ્થા દ્વારા કિશન ભરવાની દીકરીના ભવિષ્ય માટે 1લાખ 11 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે.

ચચાણા ખાતે કિશનના ઘરે બેસણું હોવાને કારણે તેના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં મહિલા પોલીસ પણ હાજર છે. આજે વતન ચચાણા ખાતે તેનું બારમું રાખવામાં આવ્યું છે. ધંધૂકા-લીંબડી હાઇવે પર આવેલા ચચાણામાં આજે માહોલ ગમગીન છે. કિશનના પિતા શિવાભાઇ અને સંબંધીઓ તેમજ માલધારી સમાજ કિશનના બારમામાં આવી તેના પિતા અને પરિવારને શાંત્વના આપી રહ્યો છે.

Uma Thakor

disabled