દુનિયા સામે પહેલીવાર આવ્યો વિરાટ અને અનુષ્કાની લાડલી વામિકાનો ચહેરો, લોકોએ કહ્યું, "આ તો બીજી વિરાટ કોહલી જેવી દેખાય છે !" - Chel Chabilo Gujrati

દુનિયા સામે પહેલીવાર આવ્યો વિરાટ અને અનુષ્કાની લાડલી વામિકાનો ચહેરો, લોકોએ કહ્યું, “આ તો બીજી વિરાટ કોહલી જેવી દેખાય છે !”

ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં ગઈકાલે  ત્રીજી એકદિવસીય મેચ ભારતે આફ્રિકા સામે રમી જેમાં ભારતને હારને સામનો  કરવો પડ્યો, જેના કારણે ક્રિકેટ રસિકોમાં પણ દુઃખ વ્યાપ્યું હતું. પરંતુ આ દરમિયાન મેદાન ઉપરથી એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને ચાહકોના ચહેરા ઉપર સ્માઈલ લાવી દીધી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ છેલ્લા 1 વર્ષ કરતા પણ વધુ સમય એટલે કે તમેની દીકરી વામિકાના જન્મ બાદ તેનો ચહેરો મીડિયા અને ચાહકોથી છુપાવીને રાખ્યો હતો. વિરાટ પણ મીડિયાને પ્રાઇવસી માટે તેની દીકરી વામિકાનો ચહેરો  બતાવવાનું ના કહી રહ્યો હતો.

પરંતુ ગઈકાલે યોજાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલીએ જેવા જ 50 રન પૂર્ણ કર્યા કે કેમેરામેને અનુષ્કાને વામિકાને પણ લાઈવ ટીવી ઉપર કેદ કરી લીધી. આ દરમિયાન અનુષ્કા અને વામિકા વિરાટને ચીયર કરતા જોવા મળી રહ્યા હતા. આ પહેલી એવી ઘટના હતી જયારે વામિકાનો એકદમ સ્પષ્ટ ચહેરો ચાહકોએ નિહાળ્યો હતો.

આ ઘટના બાદ વામિકાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ચાહકો પણ વોમિકાને જોઈને ખુબ જ ક્રેઝી બની ગયા છે. વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાને જોઈને ચાહકો પણ તેમના ઈમોશન રોકી નથી શક્યા અને સોશિયલ મીડિયા ઉપર રિએક્શન આપવાનું પણ શરૂ કરી દીધું છે.

લોકોએ નોટિસ કર્યું કે વામિકાનો ચહેરો એવો જ છે જેવો વિરાટ કોહલી બાળપણમાં દેખાતો હતો જોત જોતામાં જ વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાનો ચહેરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ ગયો અને લોકો વામિકાને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. વામિકાએ થોડા દિવસ પહેલા જ તેનો પહેલો જન્મ દિવસ ઉજવ્યો હતો.

Uma Thakor

disabled