જાહેરમાં હજારો લોકોની વચ્ચે સ્ટેજ પર આ ગાયકે ગાયિકાની કરી છેડતી, શરીરના ભાગો પર કર્યા અડપલા, વીડિયો થયો વાયરલ

વલસાડમાં સેંકડો લોકોની વચોવચ ગાયકે યુવતીને પાછળથી આવીને બાહોમાં ભરી લીધી અને પછી જે થયું એ ભયાનક છે

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં મહિલાઓની છોડતી કરવામાં આવે છે. ગુજરાતમાંથી પણ અવાર નવાર આવા મહિલાઓ સાથેની છેડતીના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હાલમાં જ જાહેરમાં ગાયિકા સાથે એક મ્યુઝિકલ પાર્ટીમાં છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, જે વલસાડનો છે.વલસાડ : શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક ગાયિકાને સ્ટેજ પર રહેલા ગાયકે દજાહેરમાં જ બાહોમાં ભરી લીધી હતી. જણાવી દઇએ કે, વલસાડમાં મુકેશ પટેલની ગણના પણ સારા એવા ગાયકો વચ્ચે થાય છે.

વલસાડમાં ચાલુ કાર્યક્રમે એક ગાયિકા સાથે છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવતા જ ચર્ચાનો વિષય બન્યો છે અને આ કિસ્સાથી ચકચાર મચી જવા પામી છે. ગાયિકા સાથે ગાયક દ્વારા છેડતી કરવામાં આવી હતી અને તે બાદ ગાયિકા અને તેના પરિવારજનો દ્વારા ગાયકને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. આ બાદ ગાયકે ગાયિકાના પગે પડી માફી પણ માંગી હતી.

જણાવી દઇએ કે, ગાયિકા ગીતો ગાવામાં મગ્ન હતી ત્યારે ગાયકે ગાયિકા સાથે શારીરિક છેડછાડ શરૂ કરી અને યુવતિને આ હકિકતની ખબર પડતા જ ગાયકને એવો મેથીપાક ચખાડ્યો કે તેણે ગાયિકાના પગે પડી માફી માંગી. વીડિયોમાં જોઇ શકાય છે કે, ગાયક મુકેશ પટેલ તેના સાથી ગાયિકા સાથે મ્યુઝિકલ પાર્ટી દરમિયાન સ્ટેજ પર અડપલા શરૂ કરે છે પહેલા તે તેના ખભા પર હાથ મૂકે છે અને બીજી વખત છાતીના ભાગે અડપલા કરવાની કોશિશ કરે છે.

આ દરમિયાન સ્ટેજની આસપાસ અનેક લોકો હાજર હતા અને તેમાંથી જ કોઇએ આ ઘટનાનો વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતા જ ગાયિકા અને તેના પરિવારજનો દ્વારા ગાયકને મેથીપાક ચખાડી અને તેની સાન ઠેકાણે લાવવામાં આવી. ગાયિકા મ્યુઝિકલ પાર્ટીમાં ગીત ગાઇ રહી અને ત્યારે જ તેના સાથી ગાયક મુકેશ પટેલ નજીક આવે છે અને તેની સાથે શારિરીક છેડછાડ કરે છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ચકચાર મચી ગઇ છે.

ગાયિકા અને તેના પરિવાર દ્વારા મુકેશ પટેલની સાન ઠેકાણે લાવવામાં આવી હતી અને તે બાદ મુકેશ પટેલે ગાયિકાના પગે પડી માફી પણ માંગી હતી. તેણે માફી માંગતા કહ્યુ હતુ કે તે આજ પછી કયારેય પણ આવી રીતે છેડતી નહિ કરે. આ મામલે સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો વાયરલ પણ થયા છે પરંતુ હજુ સુધી પોલિસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

disabled