વડોદરામાંથી સામે આવી શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના : ટયૂશનમાં વિદ્યાર્થીની સાથે એવું કર્યું કે દીકરી લથડીયા ખાતી ઘરે પહોંચી - Chel Chabilo Gujrati

વડોદરામાંથી સામે આવી શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના : ટયૂશનમાં વિદ્યાર્થીની સાથે એવું કર્યું કે દીકરી લથડીયા ખાતી ઘરે પહોંચી

સંસ્કારી નગરીની ફરી આબરૂ ગઈ, ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષક સાહેબે વિદ્યાર્થિનીની એવી હાલત કરી કે દીકરી લથડીયા ખાતી ઘરે પહોંચતા પરિવાર ચોંક્યો

ગુજરાતમાંથી અવાર નવાર શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોય છે, તો ઘણીવાર હવસખોર શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજારવાની પણ ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં સંસ્કારી નગરી વડોદરામાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં શિક્ષકે શરમનેવે મૂકી વિદ્યાર્થિનીને દારૂ પીવડાવ્યો હતો. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા એજ્યુકેટ ફર્સ્ટ ટ્યુશન ક્લાસના સંચાલકે ધોરણ-10ની વિદ્યાર્થિનીની દારૂ પીવડાવ્યો હતો.

નશો કરેલી હાલતમાં તે ઘરે આવી ત્યારે પુત્રીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી. ત્યારબાદ તેમણે દીકરીની પૂછપરછ કરી અને ટ્યુશન ક્લાસના સંચાલકે વોડકા દારૂ પીવડાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલિસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસ એજ્યુકેટ ફર્સ્ટના શિક્ષકે વિદ્યાર્થિનીને વોડકા (દારૂ) પીવડાવતા તેની તબિયત લથડી હતી અને તે બાદ ગભરાઇ ગયેલ શિક્ષકે તેને ઘરે મુકી દીધી હતી.

અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી તે ઘરે આવી ત્યારે દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી અને આ દરમિયાન તેમણે દીકરીની પૂછપરછ કરી ત્યારે હકિકત સામે આવી. દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ મુકતી ફરિયાદ માતાએ પોલીસ મથકમાં નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે શિક્ષકની અટકાયત કરી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્યુશન ક્લાસનો પ્રશાંત નામના શિક્ષકે ત્યાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ પણ બેસાડી રાખી અને

પછી અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા ત્યારે બપોરે 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતુંઅને પછી તેની તબિયત લથડતા તેને ઘરે મૂકી આવ્યો. તેણે કયા ઇરાદાથી વિદ્યાર્થીનીને દારૂ પીવડાવ્યો તેની હાલ તપાસ ચાલી રહી છે. શિક્ષકની અટકાયત કરી પોલિસે કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે વિદ્યાર્થિનીને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે.

Live 247 Media

disabled