સંસ્કારી નગરી વડોદરાની આબરૂ ગઈ, રીટાનામની હાઈ પ્રોફાઈલ યુવતી ચલાવતી હતી હાઈપ્રોફાઈલ કુટણખાનું, જોઈ લો તસવીરો
રાજયમાં અનેકવાર દેહવિક્રયનો વેપાર કરતા લોકો પોલિસની પકડમાં આવી જાય છે અને ઘણીવાર પોલિસ દરોડા પાડી કુટણખાનું ઝડપી પાડતી હોય છે. ઘણીવાર સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના વેપારનો પર્દાફાશ થતો હોય છે. હાલ ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કુટણખાનું ઝડપાયુ છે, જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

PCB શાખાએ દરોડો પાડી 7 કોલગર્લ એટલે કે રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતુ હતુ. વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં PCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલિસ પણ ચોંકી ઉઠી હતી. પોલિસને અહીં કુટણખાનું ચલવતા હોવાની બાતમી મળી, જે આધારે તેમણે કાર્યવાહી કરી હતી. પોલિસે હાલ તો તમામની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન થતુ હતુ અને તમામને ઓનલાઇન જ આકર્ષવામાં આવતા હતા. પોલિસે આ અંગે તપાસ કરી રહી છે કે યુવતિઓને કયાંથી લાવવામાં આવતી અને કયારથી આ ધંધો ચાલતો હતો. હાલ તો આરોપીઓને પાણીગેટ પોલિસને સોંપવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કુટણખાનુ ચલાવનાર જે માસ્ટમાઇન્ડ છે તેનું નામ રીટા હોવાનું સામે આવ્યુ છે. ત્યાંથી 7 યુવતિઓ અને 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.

આ જ પ્રકારનો કિસ્સો થોડા સમય પહેલા સુરતમાં પણ બનેલો હતો. સુરત શહેરમાં ઘણી વાર સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ પોલીસ કરતી હોય છે, આવા કિસ્સાઓમાં વિદેશથી બોલાવેલી રૂપ સુંદરીઓ સાથે દેહ વિક્રય કરાવવામાં આવે છે અને ગ્રાહકો પાસેથી મોં માંગ્યા પૈસા પણ વસુલવામાં આવતા હોવાનું સામે આવતું રહે છે, હાલ એવા જ ગોરખ ધંધાનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડીંગમાં સ્પામાં પોલીસ પહોંચી હતી અને રેડ મારી તાપસ હાથ ધરી હતી જેમાં મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પડતા તેમાંથી 6 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પછી પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એના આધારે ગોડાદરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મિડાસ સ્ક્વેર નામની બિલ્ડીંગમાં આવેલા સ્વિટ લૂક સ્પામાં મસાજ અને સ્પાના નામે ગોરખધંધા ચાલતા હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડી અને આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો.

ગડોદરા પોલીસ દ્વારા પાડવામાં આવેલી આ રેડની અંદર પોલીસે મહિલા પોલીસને પણ સાથે રાખી હતી. આ સ્પા સેન્ટરમાંથી કુલ 6 રૂપ લલનાઓ સાથે બે ગ્રાહકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. આ ખબરને લઈને સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ દેહ વેપારમાં સુરતના વ્યક્તિએ પોતાની જ 12 વર્ષની દીકરીને અહીં ધકેલી હતી. પોલીસ તપાસમાં આ માહિતી સામે આવી છે. આ બાળકી સુરતથી વડોદરા આવી છે. પિતા જ દીકરીનો દુશ્મન બન્યો હોવાના તમામ પુરાવા પણ પોલીસને તપાસમાં મળ્યા છે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, અન્ય ઝડપાયેલી મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી આવી છે.