સુહાગરાતના દિવસે ગઇ લાઇટો તો દુલ્હો ગરમીને કારણે ગયો છત પર, નીચે દુલ્હને કરી નાખ્યો એવો કાંડ કે... - Chel Chabilo Gujrati

સુહાગરાતના દિવસે ગઇ લાઇટો તો દુલ્હો ગરમીને કારણે ગયો છત પર, નીચે દુલ્હને કરી નાખ્યો એવો કાંડ કે…

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર લગ્નની પહેલી રાત્રે કે થોડા દિવસો પછી દુલ્હનના ફરાર થવાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે લૂંટેરી દુલ્હનો ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ લઇને જતી રહેતી હોય છે. તો ઘણીવાર એવું બને છે કે તેઓ પ્રેમી સાથે ફરાર થઇ જતી હોય છે. ત્યારે હાલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નની પહેલી જ રાત્રે દુલ્હને એવો આંચકો આપ્યો કે વરરાજા ચોંકી ગયા. બન્યું એવુ કે લગ્નની પહેલી રાત્રે અચાનક ઘરની લાઈટો ગઈ ત્યારે વરરાજા થોડી ટેરેસ પર ગયા, જે પછી તે થોડીવાર રહીને પાછો ફર્યો તો તેણે જોયું કે કન્યા ગાયબ હતી.

આ પછી તેણે તેની દુલ્હનને શોધવાનું શરૂ કર્યું અને જોયું તો સામાન પણ ગાયબ હતો. આ ઉપરાંત ઘરમાં રાખેલા દાગીના અને રોકડ પણ ગાયબ હતી.ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી આ અનોખી ઘટના સામે આવી છે. શાહજહાંપુર સ્થિત કટરા પોલીસ સ્ટેશનના પાલિયા દરોબસ્ત ગામનો આ મામલો છે. અહીં રિંકુ સિંહ નામના યુવકના લગ્ન કુશીનગર જિલ્લાના પતરબા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી કાજલ સાથે થયા હતા. તે 27 મેના રોજ જાન લઇ કુશીનગર ગયો હતો અને 28 મેના રોજ દુલ્હન સાથે પાછો ફર્યો હતો.

રિંકુ સિંહના જણાવ્યા અનુસાર, લગ્નની પહેલી રાત્રે લગભગ 11 વાગ્યે લાઇટો ગઈ હતી. ત્યારે ગરમી વધુ હોવાને કારણે તે છત પર ગયો હતો અને જયારે તે લગભગ બે વાગ્યા આસપાસ પોતાના રૂમમાં પહોંચ્યો ત્યારે તેની પત્ની ત્યાં દેખાઈ ન હતી. આ અંગે તેણે ઘરની શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ દરમિયાન જોવા મળ્યું કે ઘરનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો છે. જ્યારે તેણે પત્નીના મોબાઈલ નંબર પર ફોન કર્યો તો તે પણ સ્વીચ ઓફ હતો.આવી સ્થિતિમાં રિંકુએ ઘરના અન્ય લોકોને જગાડીને કન્યાના ગુમ થવા અંગે જણાવ્યું.ઘરના લોકો નવી વહુને શોધવા લાગ્યા. આ દરમિયાન જોયું તો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 11 હજાર રૂપિયા રોકડા, મોબાઈલ અને અન્ય ઘણી વસ્તુઓ પણ ગાયબ છે.

આ અંગે માહિતી આપતાં પાતરબા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, કન્યા જોડે જે મોબાઇલ હતો તે હાલમાં બંધ છે. સાયબર સેલ અને કુશીનગર પોલીસની મદદથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેને જલ્દીથી રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે. પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે કન્યા પોતાની સાથે ઘરનો સામાન અને રોકડ લઈ ગઈ છે. આ સિવાય પરિવારનો આરોપ છે કે તેનું બનારસના એક છોકરા સાથે પણ અફેર હતું. જેના કારણે તે રાત્રિના અંધારામાં તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી હાલ તપાસ શરૂ કરી છે.

Live 247 Media

disabled