આ છે દુનિયાનું અજીબો ગરીબ પ્રાણી સંગ્રહાલય, જ્યાં પ્રાણીઓ રહે છે ખુલ્લા, માણસ રહે છે પાંજરામાં બંધ - Chel Chabilo Gujrati

આ છે દુનિયાનું અજીબો ગરીબ પ્રાણી સંગ્રહાલય, જ્યાં પ્રાણીઓ રહે છે ખુલ્લા, માણસ રહે છે પાંજરામાં બંધ

વન્ય જીવોને જોવા માટે નાનાથી લઈને મોટી ઉંમરના લોકો સુધી પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય છે. આ બધા પ્રાણી સંગ્રાલયમાં આપણે પાંજરામાં બધા જ પ્રાણીઓને પુરાયેલા જોયા હશે. પરંતુ દુનિયામાં એક એવું પ્રાણી સંગ્રહાલય છે જેમાં પ્રાણીઓ ખુલ્લે આમ ફરે છે અને માણસને તેને જોવા માટે પાંજરામાં કેદ થઇને જેવું પડે છે.

સાંભળવામાં તમને થોડું વિચિત્ર લાગે પરંતુ આ સત્ય હકીકત છે. આ પ્રાણી સંગ્રાલયમાં પ્રાણીઓની જગ્યાએ પ્રવાસીઓને જ પાંજરામાં બંધ કરી દેવામાં આવે છે. આ પ્રાણી સંગ્રાલય ચીનમાં આવેલું છે. જેનું નામ છે “લેહ લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ”. અહીંયા પ્રાણીઓ ખુલ્લેઆમ ફરી શકે છે.

ચીનના ચોન્ગક્વિન્ગ શહેરમાં આવેલું આ અનોખું પ્રાણી સંગ્રહાલય વર્ષ 2015માં ખોલવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં માણસોને પ્રાણીઓની નજીક જવાનો એક અનોખો મોકો મળે છે. અહીંયા પ્રવાસીઓ પ્રાણીઓને પોતાના હાથે ખાવાનું પણ ખવડાવી શકે છે. માણસોથી ભરેલા પાંજરાને પ્રાણીઓની આસપાસ લઇ જવામાં આવે છે. તેનો મતલબ કે શિકારને પાંજરામાં રાખીને લલચાવવામાં આવે છે. ખાવાની લાલચમાં પ્રાણીઓ પાંજરાની પાસે આવે છે. ક્યારેક ક્યારેક પાંજરાની ઉપર પણ ચઢી જાય છે.

આ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાને લઈને મુલાકાતીઓને કડક નિર્દેશ આપવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત  પણ અહીંયા સુરક્ષાને લઈને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરાથી પાંજરા અને પ્રાણીઓ ઉપર 24 કલાક નજર રાખવામાં આવે છે અને કટોકટીની સ્થિતિમાં 5થી 10 મિનિટમાં મદદ પણ પહોંચાવી શકાય છે.

આ પ્રાણી સંગ્રાલયના સંરક્ષકોનું કહેવું છે કે અમે અમારા દર્શકોને સૌથી અલગ અને રોમાંચકારી અનુભવ કરાવીએ છીએ.  પ્રાણી સંગ્રહાલયના પ્રવક્તા ચાન લિયાંગનું કહેવું છે કે કોઈ પ્રાણી તમારો પીછો કરે છે કે પછી જયારે તે હુમલો કરે છે અમે એ સમયના અનુભવોનો અમારા દર્શકોને અનુભવ કરાવવા માંગીએ છીએ.

Uma Thakor

disabled