ફ્લેટની બાલકનીમાં રમી રહ્યા હતા બંને જુડવા ભાઇઓ, અચાનક થયુ એવું કે…. 25માં માળેથી નીચે પટકાયા
બાલ્કનીમાં રમતા-રમતા 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા અને તડપીને ટાળીને મૃત્યુ થયું જાણો સમગ્ર મામલો
દેશમાંથી ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે, જે ખૂબ જ હ્રદયદ્રાવક હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમાં બે જુડવા ભાઇઓની એક સાથે જ મોત થઇ ગઇ. બંને ભાઇઓ ઘરની બાલકનીમાંથી પડી ગયા, તેઓ 225 ફૂટ ઉપરથી નીચે પડ્યા હતા, જેના કારણે તેમની મોત થઇ ગઇ હતી. ઘટનાની સૂચના મળતા જ પહોંચેલી પોલિસે બંનેની લાશ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલિસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના 16-17 ઓક્ટોબરની મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યા આસપાસ બની હતી.
આ ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં એક સોસાયટીના 25માં માળથી પડી બે જુડવા બાળકોની મોત થઇ ગઇ. વિજયનગર થાના ક્ષેત્રના સિદ્ધાર્થ વિહારમાં પ્રતીક ગ્રાંડ સોસાયટીના 25માં માળે પરલી નારાયણ તેમની પત્ની રાધા અને બે બાળકો સાથે રહે છે. તેઓ મૂળરૂપે ચેન્નાઇના રહેવાસી છે. પરલી નારાયણના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. તેમને 16 વર્ષની મોટી દીકરી છે. તેમને બે જુડવા દીકરા સૂર્ય અને સત્ય નારાયણ છે. પરલી નારાયણ પ્રોટિમાા કંપનીમાં મુખ્ય પ્રશાસનિક અધિકારી છે. તે કંપનીના કામથી 12 દિવસ પહેલા જ મુંબઇ ગયા હતા.
શનિવારે રાત્રે ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારના પ્રતીક ગ્રાન્ડ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે. 14 વર્ષીય જોડિયા ભાઈઓ 225 ફૂટની ઊંચાઇ પરથી શંકાસ્પદ હાલતમાં પડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. બંને એકસાથે જન્મ્યા હતા અને સાથે મૃત્યુ પામ્યા હતા. બંને સાથે શાળાએ જતા, ટ્યુશન ભણતા અને સાથે રમતા. પોલીસ જોડિયા ભાઈઓના મોતની તપાસમાં લાગી ગઈ છે.
પોલીસે જણાવ્યું કે સત્ય અને સૂર્ય રાત્રે જમ્યા બાદ તેમના ફ્લેટની બાલ્કનીમાં ગયા હતા. 11:30 વાગ્યે, માતાએ મોબાઇલ ફોન પર રમતા જોયા અને સૂવા માટે કહ્યું. માતાની વાત સાંભળ્યા પછી બંને ભાઈઓ રૂમમાં ગયા. તે બાદ જલ્દી માતા સૂઈ ગઈ, સત્ય અને સૂર્ય રૂમની બહાર ફરી બાલ્કનીમાં ગયા. માતાએ 1 વાગ્યાની આસપાસ આંખો ખોલી ત્યારે બંને ભાઈઓ ગાયબ હતા. તેમણે સ્ટડી રૂમમાં જોયું તો બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો.માતાએ રેલિંગ પરથી નીચે જોયું તો ત્યાં ઘણી ભીડ હતી. આ પછી તે દોડતી લિફ્ટમાંથી નીચે આવી અને જોયું કે સત્ય અને સૂર્ય લોહીથી લથબથ હાલતમાં પડ્યા છે.