કાતિલાના અંદાજમાં સ્પોટ થયા તારક મહેતાના અંજલિ ભાભી, બ્લેઝર નીચે કઈ પહેર્યા વગર બતાવ્યો એવો બોલ્ડ અંદાજ કે ચાહકો પણ થયા પાણી પાણી, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

કાતિલાના અંદાજમાં સ્પોટ થયા તારક મહેતાના અંજલિ ભાભી, બ્લેઝર નીચે કઈ પહેર્યા વગર બતાવ્યો એવો બોલ્ડ અંદાજ કે ચાહકો પણ થયા પાણી પાણી, જુઓ વીડિયો

ટીવી ઉપરના સૌથી ખ્યાતનામ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શો જેટલો પ્રખ્યાત છે એટલા જ શોના કલાકારો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ શોમાંથી ઘણા કલાકારોએ વિદાય લઇ લીધી છે, કોઈ દુનિયા છોડીને ચાલ્યું ગયું તો કોઈ શો છોડીને ચાલી ગયું અને તેમની જગ્યા નવા કલાકારોએ પણ લઇ લીધી છે, એવું જ એક પાત્ર છે શોના અંજલિ ભાભીનું, જે હાલમાં અભિનેત્રી સુનૈના ફોજદાર નિભાવી રહી છે.

સુનૈના ફોજદાર શોમાં જે અંજલિ ભાભીનું કેરેક્ટર નિભાવે છે તેને દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ ઉપરાંત તે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. સુનૈના તેના સોશિયલ મીડિયામાં પણ તેની અવનવી તસવીરો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે, ઘણીવાર તે તેની બોલ્ડ તસવીરો પણ શેર કરે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

હાલમાં જ સુનૈના ફોજદારે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે ગોલ્ડન કલરનો પેન્ટ સૂટ પહેર્યો છે. અભિનેત્રીએ તેનો લુક એકદમ બોલ્ડ બનાવ્યો છે અને બ્લેઝરની અંદર એવું લાગે છે કે તેણે કંઈ પહેર્યું નથી. અભિનેત્રીએ સ્ટેટમેન્ટ નેક પીસ પહેર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

સુનૈનાએ તેના લુકને સિલ્વર હાઈ હીલ્સ સાથે જોડી દીધો હતો. સુનયનાનો આ લુક તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્ફ્લુએન્સર એવોર્ડ્સમાં પહોંચી ગઈ છે. તેના આ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તે સોશિયલ મીડિયામા પણ વાયરલ થઇ રહ્યો છે, સાથે જ કોમેન્ટમાં તેના લુકના પણ ચાહકો જોરદાર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

તમને જણાવી દઈએ કે સુનૈના ફોજદાર આ શોમાં એક સામાન્ય ગૃહિણીની ભૂમિકા ભજવી રહી છે, જેનું મહત્વનું કામ તેના પતિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં સુનૈના એકદમ બોલ્ડ અને લાઈકેબલ છે. સુનૈનાનું સોશિયલ મીડિયા તેના હોટ ફોટાઓથી ભરેલું છે. અભિનેત્રી ખૂબ જ એક્ટિવ છે અને તેથી જ તે દરરોજ પોતાના વીડિયો શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે

Uma Thakor

disabled