શું તમે પણ વધેલા પેટની સમસ્યાથી ચિંતિત છો તો અપનાવો આ સરળ ટિપ્સ, પેટ-કમરની ચરબી માખણની જેમ ઓગળશે - Chel Chabilo Gujrati

શું તમે પણ વધેલા પેટની સમસ્યાથી ચિંતિત છો તો અપનાવો આ સરળ ટિપ્સ, પેટ-કમરની ચરબી માખણની જેમ ઓગળશે

આજના સમયમાં દરેક કોઈ પોતાના વધેલા પેટની સમસ્યાથી ચિંતિત છે. પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લેશો તો અમુક જ દિવસોમાં પેટ અને કમરની ચરબીને દૂર કરી શકાશે. કેટલાંક લોકો રોજ જીમમાં જઈને કઠોર કસરત કરીને પરસેવો વહાવે છે, છતાં પણ વજન બિલકુલ ઘટતું નથી. એવામાં આજે અમે એક એવો ઉપાય બતાવીશું, જેનાથી વજન તરત જ ઉતરશે.

આ ચૂર્ણનું સેવન કરવાથી તમને જલ્દી જ પરિણામ મળશે. આ ચૂર્ણ એકવાર બનાવ્યા બાદ 15-20 દિવસ ચાલશે. આ ચૂર્ણથી ચરબી ઘટવાનું શરૂ થશે. રોજ એક ચમચી ગરમ પાણીમાં આ ચૂર્ણ નાખીને પીવું. ટેસ્ટ માટે તમે લીબું તથા મધ ઉમેરી શકો છો.

ચૂર્ણ તૈયાર કરવાની સામગ્રીઃ
અળસી (અડધી વાટકી), જીરુ (અડધી વાટકી), અજમો (અડધી વાટકી)

બનાવવાની રીત:
સૌ પહેલાં અળસીને કઢાઈમાં ધીમા આંચ પર શેકી લો. ત્યારબાદ જીરુ તથા અજમો શેકો. હવે મિક્સરમાં આ ત્રણેય એક સાથે ક્રશ કરો. તૈયાર છે ચૂર્ણ.

ક્યાં સમયે ઉપયોગ કરવો:
રોજ સવારે એક ચમચી ખાલી પેટ ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવું. એક કલાક સુધી કંઈ ખાવાનું નહીં. આ ચૂર્ણ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરશે, જેથી વજન ઝડપથી ઘટશે અને ચરબી ઓગળી જશે.

Uma Thakor

disabled