કીર્તિ પટેલે તો હદ કરી હો....! માથાકૂટ કરવા સાથીદારોને સુરતથી લઈને જૂનાગઢના ભેંસાણ પહોંચી અને પછી થયુ એવું કે પોલિસ... - Chel Chabilo Gujrati

કીર્તિ પટેલે તો હદ કરી હો….! માથાકૂટ કરવા સાથીદારોને સુરતથી લઈને જૂનાગઢના ભેંસાણ પહોંચી અને પછી થયુ એવું કે પોલિસ…

ટિકટોકથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલ અવાર નવાર વિવાદોમાં રહે છે, તે ગુનાની દુનિયામાં પણ જાણિતુ નામ છે. હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેંસાણમાં ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે 2 કાર પણ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી

અને તે તેના સાથીદારો સાથે સુરતથી જૂનાગઢના ભેંસાણ પહોંચી હતી. આ મામલે પોલિસે માથાકૂટ થાય એ પહેલા જ બધાની ધરપકડ કરી લીધી. કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે,કીર્તિ પટેલ ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામમાંથી ભેસાણના નવા બસ સ્ટેશન સામે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતી હતી અને જમન ભાયાણીને વીડિયોના માધ્યમથી ભૂંડી ગાળો આપી માર મારવાની ધમકી પણ આપતી હતી.

તેને લઇને જ તે તેના સાગરીતો સાથે સુરતથી જૂનાગઢના ભેસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી.એ બધાને ઝડપી લીધા હતા. પોલીસે કીર્તિ પટેલ સહિત 10 શખ્સોની અટકાયત કરી છે. વિવાદિત ટિકટોક ગર્લની ગત મે મહિનામાં જ વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને ધમકી આપવા સહિત સોશિયલ મીડિયામાં બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવદાના કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ કીર્તિ પટેલ દ્વારા સતત તેને ત્રાસ અપાતો હતો. ફરિયાદી મહિલાને વારંવાર કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા હેરાન કરવામાં આવતી હતી.જે બાદ આખરે કંટાળીને તેણે ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

કાયદા મુજબ આપણા દેશમાં સ્ત્રીને રાત્રે લોક અપમાં ન રાખી શકાય માટે કીર્તિ પટેલને જામીન પર છોડી નજરબંધ રખાઈ હતી. ગઈકાલે બનેલી ઘટનાને પગલે નજર કેદ રખાયેલી કીર્તિ પટેલની આજે સવારે ધરપકડ કરી હતી. પોલીસે કીર્તિ પટેલની ગાડી રોકી ભેંસાણ જતી અટકાવતા ઉશ્કેરાઈ ગયેલી કીર્તિ પટેલે પોલીસ સાથે લડાઈ કરી અને બેફામ શબ્દો બોલ્યા હતા. ખાસ વાત તો એ છે કે જમન ભાયાણી એ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના સંબંધી થાય છે.

Live 247 Media

disabled