આ 3 સંસ્કારી યુવતીઓ ઓનલાઇન વેબસાઇટ પર કરતી મિત્રતા, પછી છોકરાઓને કપરા ઉતરાવીને એવા એવા કારનામા કરતી કે મગજ ચકરાઈ જશે  - Chel Chabilo Gujrati

આ 3 સંસ્કારી યુવતીઓ ઓનલાઇન વેબસાઇટ પર કરતી મિત્રતા, પછી છોકરાઓને કપરા ઉતરાવીને એવા એવા કારનામા કરતી કે મગજ ચકરાઈ જશે 

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક ગેંગની મહિલાઓની ધરપકડ કરી છે જે લોકોને ફસાવીને તેમના વાંધાજનક વીડિયો બનાવતી હતી. આ પછી તે આ જ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતને બ્લેકમેલ કરતી હતી. પોલીસને આ ત્રણ મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન, કેમેરા, વેબકેમ, ચેકબુક અને રોકડ મળી આવી છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ગાઝિયાબાદ પોલીસને ફરિયાદો મળી રહી હતી કે મહિલાઓની એક ગેંગ એક વેબસાઈટ દ્વારા મિત્રતા અને ચેટિંગના નામે પુરુષોને ઈમેલ મોકલતી હતી.

આ પછી જ્યારે કોઈ યુવક તેને જવાબ આપતો ત્યારે મહિલા તેના સંપર્કમાં આવીને તેની સાથે વાત કરવા લાગતી અને યુવકને પોતાની વાતમાં ફસાવીને સરળતાથી યુવતિઓ તેમની સાથે ભળી જતી હતી. આ પછી તે લાઇવ વીડિયો ચેટ પર વાત કરવાનું શરૂ કરતી. આ વીડિયો ચેટ દરમિયાન મહિલાઓ વાંધાજનક દ્રશ્યો બતાવીને સ્ક્રીનશોટ લેતી અને પછી તેઓનું અસલી રૂપ સામે આવતુ. મહિલા સ્ક્રીનશોટ વાયરલ કરીને યુવકને બદનામ કરવાની ધમકી આપતી હતી. આનાથી ડરીને યુવક તેની જાળમાં ફસાઈ જતો અને બ્લેકમેઈલિંગનો શિકાર બનતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વેબકેમને પોતાના મોબાઈલ સાથે જોડીને આખું સેટઅપ તૈયાર કર્યું હતું, જેના દ્વારા વેબસાઈટ પર આવનાર વ્યક્તિ ફસાતા અને તેનો વીડિયો પણ બનાવાતો. આ સંબંધમાં પોલીસે નંદ ગ્રામ, કવિ નગર અને વિજય નગરની મહિલાઓની ધરપકડ કરી છે. તેમની ઉંમર 19 અને 25 વર્ષની છે. આ સાથે જ આ ગેંગ સાથે સંકળાયેલી અન્ય એક મહિલા અને આકાશ નામનો વ્યક્તિ હજુ પણ ફરાર છે. પોલીસને આ મહિલાઓના મોબાઈલમાંથી ઘણા પુરુષોના વાંધાજનક વીડિયો મળી આવ્યા છે.

જેમના મારફત બ્લેકમેઈલીંગ થતું હતું. આ બાબતે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ બ્લેકમેલિંગ ગેંગના અન્ય સભ્યોની શોધ ચાલી રહી છે. સાથે જ ધરપકડ કરાયેલી ત્રણ મહિલાઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં વધુ કેટલાક નામો સામે આવી શકે છે.એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ છોકરીઓ સ્ટ્રિપ ચેટ નામની વેબસાઇટ પર છોકરાઓ સાથે મિત્રતા કરતી હતી. પછી તે તેને કપડા વગરના વીડિયો કોલ કરતી હતી. આ માટે બ્યુટી પાર્લરમાં ત્રણ વેબ કેમ લગાવવામાં આવ્યા હતા.

આ પછી આ છોકરીઓ કપડા વગરના છોકરાઓના વીડિયો કોલ રેકોર્ડ કરતી અને પછી આ વીડિયો ક્લિપ વાયરલ કરવાના નામે તે છોકરાઓ પાસેથી પૈસા વસૂલતી હતી. એસપીએ જણાવ્યું કે આ ગેંગના બે બેંક ખાતા મળી આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. ગેંગના બે આરોપીઓ ફરાર છે. તેમાં એક મહિલા અને એક પુરુષ છે.

Live 247 Media

disabled