વડોદરાના સ્પામાંથી ઝડપાઇ થાઇલેન્ડની યુવતી, એવા એવા કારનામા કર્યા કે કહેશો આને ઇનામ આપવું જોઈએ - Chel Chabilo Gujrati

વડોદરાના સ્પામાંથી ઝડપાઇ થાઇલેન્ડની યુવતી, એવા એવા કારનામા કર્યા કે કહેશો આને ઇનામ આપવું જોઈએ

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાની આડમાં ચાલતો દેહ વેપારનો ધંધો પકડાતો હોય છે. છેલ્લા ઘણા સમયથી આવા સ્પામાં પોલિસ માહિતીને આધારે ડમી ગ્રાહક મોકલી દરોડા પાડી કાર્યવાહી કરતી હોય છે. આવા કિસ્સામાં ઘણી થાઇલેન્ડની યુવતિઓ કે પછી બહારની યુવતિઓને નોકરીના બહાને બોલાવી દેહવેપારમાં ધકેલી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ એક સ્પામાં વગર વિઝાએ યુવતીના રૂપમાં મસાજનું કામ કરતા થાઇલેન્ડના કિન્નરને પોલીસે ઝડપી પાડ્યો છે.અલકાપુરી વિસ્તારમાં ચાલતાં નામાંકિત સિસોલ્ડ સ્પામાંથી થાઇલેન્ડની ટ્રાન્સજેન્ડર ઝડપાઈ છે.

આ ટ્રાન્સજેન્ડરના વિઝાની અવધિ અઢી વર્ષ પહેલા જ પૂરી થઇ ગઇ હતી અને તેમ છત્તાં પણ તે ભારતમાં રોકાઇ હતી.તેના વીઝાની તપાસ કરતા જણાવા મળ્યું હતું કે તેના વીઝા નવેમ્બર 2019માં પૂર્ણ થઇ ગયા છે.વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે થઈલેન્ડની ટ્રાન્સજેન્ડર, સ્પા માલિક અને સ્પાના મેનેજરની ધરપકડ કરી ધી ફોરેનર એક્ટની કલમ C 14 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.જણાવીએ કે, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાને બાતમી મળી હી કે અલકાપુરી વિસ્તારમાં આવેલ કોંકર્ડ બિલ્ડિંગના ત્રીજા માળે સી-સોલ્ટના નામનું સ્પા ચાલે છે.

આ સ્પાનો માલિક સમીર જોષી જે વડોદરામાં જ રહે છે અને તે પોતાના આર્થિક ફાયદા માટે વિદેશમાંથી ટુરીસ્ટ વીઝા પર છોકરીઓ બોલાવે છે અને તેમને સ્પામાં મસાજનું કામ કરાવે છે. બાતમીને આધારે પોલિસે દરોડા પાડ્યા હતા અને ત્યારે થાઇલેન્ડની શ્રીકન્યા ત્યાં હાજર હતી. જેથી તેના દસ્તાવેજ તપાસતા પાસપોર્ટમાં તેનું નામ મિસ્ટર વાઇસેસ શ્રીકન્યા લખેલું હતું. તેમજ તેની પાસે ભારતના વર્કિંગ વિઝા પણ ન હતા.થાઇલેન્ડની ટ્રાન્સજેન્ડર વાયસીસ શ્રી કન્યા 1 વર્ષના વિઝા પર ભારત આવ્યા હતા. જે નવેમ્બર 2018થી નવેમ્બર 2019 સુધીનો હતો.

હાલ તો વડોદરા પોલીસે ગેરકાયદેસર રીતે દેશમાં રોકાયા હોવાને કારણે ફોરેનર્સ કાયદા મુજબ તેમના સામે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, 1 વર્ષથી આ સ્પા ચાલતુ હતુ. જો કે, રેડ દરમિયાન કોઈ ગેરકાયદેસ પ્રવુત્તિ થઇ હોય તેવું સામે આવ્યુ નથી. પોલીસે વિદેશી કિન્નર શ્રી કન્યા, સ્પાના માલીક સમીર જોષી અને મેનેજર ઓમી બહાદુર સુબા મુળ નેપાળને રેહવાસી વિરુદ્ધ ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

Live 247 Media

disabled