અમદાવાદની યુવતી સાથે છેડછાડ, તું સુંદર દેખાય છે એમ કહી કમરમાં હાથ નાખી પોતાની તરફ ભર બજારે ખેંચી લીધી - Chel Chabilo Gujrati

અમદાવાદની યુવતી સાથે છેડછાડ, તું સુંદર દેખાય છે એમ કહી કમરમાં હાથ નાખી પોતાની તરફ ભર બજારે ખેંચી લીધી

તારી કમર તો બ્યુટીફૂલ છે તેમ કહી યુવતીને પોતાની પાસે ખેંચી લીધી અને

સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં ઘણા બધા શારીરિક છેડછાડ અંગેના સમાચાર આવતા હોય છે ત્યારે આપણને પણ એમ થાય કે આ બદમાશોને હવે પોલીસનો પણ ડર નથી રહ્યો, રસ્તા ઉપર જતી બહેન દીકરીની છેડછાડ કરવામાં આજના મનચલાઓ ગલીએ ગલીએ બેઠેલા જોવા મળે છે. ત્યારે અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણી નગરમાં પોતાના પરિવાર સાથે રહેતી એક 18 વર્ષની તરુણી સાથે છેડછાડ કરવાની ઘટનાએ અમદાવાદીઓની ચિંતામાં વધારો કર્યો છે. બહેન દીકરીનું જાણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેઘાણી નગરમાં પોતાના પરિવાર સાથે રહેતી એક 18 વર્ષની તરુણી બજારમાં ખરીદી કરવા માટે નીકળી હતી ત્યારે તું ખુબ જ સુંદર દેખાય છે એમ કહીને કેટલાક યુવકોએ તેનો પહેલા હાથ પકડ્યો અને પછી કમરના ભાગેથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી હતી.

આ ઘટનાથી તે તરુણી ખુબ જ ડરી ગઈ હતી, અને ત્યારબાદ તેને ઘરે આવી પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી. પરિવારે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી. આ ફરિયાદની જાણ તે યુવકોને થતા તેમને તરુણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ છેડતીમાં સંડોવાયેલા મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી અને જયદિપસિંહ રાજપુર વિરુદ્ધ પોલીસે છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુન્હો નોંધી અને આગળની તાપસ હાથ ધરી છે.

admins

disabled