દુઃખદ: સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા, સુષ્મા સ્વરાજ ઈરાનમાં માથું ઢાંકી દીધું ત્યારે શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો, જાણો વિગતવાર - Chel Chabilo Gujrati

દુઃખદ: સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા, સુષ્મા સ્વરાજ ઈરાનમાં માથું ઢાંકી દીધું ત્યારે શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો, જાણો વિગતવાર

મિત્રો આજે ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું આજે ૯૯ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓએ આજે રવિવારે બપોરે 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં સ્થિત ગોટેગાંવ નજીક જોતેશ્વર ધામમાં તેમનું અવસાન થયું. તાજેતરમાં જ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ અવસરે તેમના ભક્ત અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે જઈને તેમને અભિનંદન આપ્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ મહાન સ્વામી પાસે બદરી આશ્રમ અને દ્વારકાપીઠની જવાબદારી હતી. તેમની જયારે ડેથ થઇ ત્યારે teoઆશ્રમમાં હતા. કહેવાય છે કે સ્વામી સ્વરૂપાનંદ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

નરસિંહપુર જિલ્લામાં સ્થિત જોતેશ્વર આશ્રમમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે આજે બપોરે તેમના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. સ્વરૂપાનંદના અંતિમ સમયે આશ્રમના શિષ્યો તેમની પાસે હતા. સ્વામીજીના નિધનને લીધે તેમના લાખો ભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ સાંઇ બાબા અંગે પણ સ્પષ્ટતા કરી હતી. સાંઇબાબા કોઇ ભગવાન નહી હોવા ઉપરાંત તેઓ હિન્દુ પણ નહોતા તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું.

તેઓ સિદ્ધ પુરૂષ કે સાધુ હોઇ શકે પરંતુ ભગવાન તો નહોતા જ અને હિંદુ પણ નહોતા આ બાબત સત્ય છે. આ નિવેદન પણ ભારે વિવાદ પણ થયો હતો. જે લાંબા સમય સુધી માધ્યમોમાં ચમકતો રહ્યો હતો. નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું- ‘જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના મહાપરાયણના સમાચાર સાંભળીને હૃદય ખૂબ જ દુઃખી થયું. સ્વામીજીએ તેમનું સમગ્ર જીવન ધર્મ, આધ્યાત્મિકતા અને દાનમાં સમર્પિત કર્યું.’

ફક્ત નવ વર્ષની નાની ઉંમરે તેઓએ ઘર પરિવાર છોડીને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી. તે સમયે તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપતિ મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા. આ તે સમય હતો જ્યારે દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો. દેશમાં આંદોલનો થયા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉંમરે તેમની ઓળખ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે થઈ હતી.

આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા. સ્વામી રાજકારણમાં પણ ઘણા સક્રિય હતા અને અવારનવાર તમામ મુદ્દાઓમાં સરકાર સામે અવાજ ઉઠાવતા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઈરાનના પ્રવાસે હતા ત્યારે સુષ્માએ માથું ઢાંકી દીધું હતું. હિજાબનો ટ્રેન્ડ હોવાથી તેઓએ પણ એવું જ કરવું પડ્યું. શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો.

admins

disabled