હિન્દૂ ડોક્ટર યુવતીને મુસ્લિમ ડોક્ટર યુવક સાથે થયો પ્રેમ, પરિવારે પણ આપી લગ્નની મંજૂરી અને ત્યારે જ ઘરે પધાર્યા આ મહારાજ અને યુવતીનું મન બદલાઈ ગયું - Chel Chabilo Gujrati

હિન્દૂ ડોક્ટર યુવતીને મુસ્લિમ ડોક્ટર યુવક સાથે થયો પ્રેમ, પરિવારે પણ આપી લગ્નની મંજૂરી અને ત્યારે જ ઘરે પધાર્યા આ મહારાજ અને યુવતીનું મન બદલાઈ ગયું

મુસ્લિમ છોકરાના પ્રેમમાં પાગલ થયેલી હિન્દુ ડોક્ટર છોકરીને એક સંતે ‘ચમત્કાર’ કરીને મન બદલી નાખ્યું, લગ્ન કરવાની ચોખ્ખી ના….

આજે દેશભરમાં લવ જેહાદના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, આજે ઘણા યુવક યુવતીઓ પ્રેમમાં આંધળા બનીને વિધર્મી યુવકો સાથે લગ્ન કરી લે છે અને પાછળથી અફસોસ પણ કરતા હોય છે, પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને સૌને હેરાન કરી દીધા છે. જેમાં એક યુવતીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે તેના પરિવારની પરવાનગી પણ મળી ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હત. પરંતુ પછી જે થયું તે હેરાન કરનારું હતું.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકના મેંગલુરુમાંથી. જ્યાં હિન્દૂ સંત વજ્રદેહી મહારાજે કંઈક એવું કર્યું જેના કારણે સોશિયલ મીડિયામાં તેમની પ્રસંશા થઇ રહી છે. હિન્દૂ સમાજના લોકો વજ્રદેહી મહારાજને વંદન કરી રહ્યા છે. મહારાજે ડોક્ટર મેઘાને લવ જેહાદમાં ફસવાથી બચાવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મેંગલુરૂમાં એક હિન્દૂ ડોક્ટર યુવતી લવ જેહાદમાં ફસાઈને એક મસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની હતી. યુવતીએ મુસ્જલીમ યુવક સાથે લગ્ન કરવા માટે તેના ઘરવાળાને પણ મનાવી લીધા હતા. તેમને પણ લગ્ન માટે પરવાનગી આપી દીધી હતી, પરંતુ કંઈક એવું થયું કંઈક એવું થયું કે યુવતીનું  હૃદય પરિવર્તન થઇ ગયું અને તેને મસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.

યુવક પણ ડોક્ટર જ હતો. બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઈ હતી અને કાર્ડ પણ છપાઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના અંગે વજ્રદેહી મહારાજને જાણ થઇ અને તેઓ યુવતીના ઘરે પહોંચ્યા અને તેને લવ જેહાદના ખતરા વિશે સમજણ આપી અને તેનું મન શુદ્ધ કરાવ્યું, જેના બાદ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.

સોશિયલ મીડિયામાં આ ઘટના હવે ખુબ જ વાયરલ થઇ રહી છે, જેના બાદ લોકો પણ સંત વજ્રદેહી મહારાજની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે આવા સંત જો સમાજને સાચો ઉપદેશ આપે તો લોકો પણ યોગ્ય માર્ગ ઉપર જઈ શકે છે. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આવા સંતના કારણે જ હિન્દૂ સંસ્કૃતિનું રક્ષણ થાય છે.

Uma Thakor

disabled