સુરતમાં પાડોશમાં રહેતો યુવક જમીન દલાલની પત્ની સાથે કરી ગયો કાંડ, વારંવાર ઘપાઘપ માણ્યું અને છેલ્લે તો - Chel Chabilo Gujrati

સુરતમાં પાડોશમાં રહેતો યુવક જમીન દલાલની પત્ની સાથે કરી ગયો કાંડ, વારંવાર ઘપાઘપ માણ્યું અને છેલ્લે તો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધવામાં આવતો હોય છે, તો ઘણીવાર એવું બનતુ હોય છે કે, પરણિત મહિલાને ફસાવી તેની સાથે સંબંધ બાંધી અને તે દરમિયાનના વીડિયો ઉતારી અથવા તસવીરો ક્લિક કરી તેના દ્વારા બ્લેકમેલ કરતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવી અને સંબંધ બાંધી પાડોશી યુવક દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવી.

પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી અને જબરદસ્તી  સંબંધ બાંધી તેના ગંદા વીડિયો અને ફોટા ક્લિક કર્યા હતા જે બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પરણીતા સાથે તેણે વારંવાર સંબંધો બાંધ્યા હતા. જો કે, આખરે કંટાળેલી પરણિતાએ આ બાબતે પોલિસનો સહારો લીધો હતો અને તે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા. ત્યાં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો અને ત્યારથી જ આરોપી પરણીતાનો પીછો કરતો હતો. પરણિતા જયાં નોકરી કરતી ત્યાં પણ તે પહોંચી જતો અને આ ઉપરાંત જયારે મહિલા એકલી ઘરે હતી ત્યારે તે ઘરે પહોંચી ગયો અને પ્રેમનો પ્રસ્તાવ પણ તેણે પરણિતા સાથે મૂક્યો હતો.

જો કે, આ પરણિતાએ આ બાબતે ના કહેતા તે ફોન કરી પતિને બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો અને લગ્ન પણ તોડવાનું કહી રહ્યો હતો. આ બાબતે પરણિતા ડરી ગઇ હતી અને આથી જ તેનો લાભ આરોપી યુવકે લીધો. તેણે જબરદસ્તી પરણિતા સાથે  સંબંધો બાંધ્યા અને તે સમયના ફોટો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર જબરદસ્તી સંબંધ બાંધતો રહ્યો.

આ ઉપરાંત આરોપીએ પીડિત પરણિતા પાસે ફ્લેટ ખરીદવા માટે 1 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી અને પરણિતાએ પણ બદનામીના ડરને કારણે તેને ઘરેણા ગીરવે મૂકી પૈસા આપ્યા હતા. આખરે આરોપીથી કંટાળી તેણે ઘર પણ બદલ્યુ તો પણ તે પીછો છોડતો ન હતો અને ફોન કરી કરીને સરનામુ માંગી રહ્યો હતો જેના કારણે પરણિતાએ કંટાળી પોલિસનો સહારો લીધો હતો.

Live 247 Media

disabled