સુરતમાં સંતાન પ્રાપ્તિ માટે પરણીતાએ તેના પ્રેમી સાથે મળીને કર્યું એવું કે જાણીને તમારા હોશ પણ ઉડી જશે

નિસંતાન મહિલાએ પ્રેમી સાથે એવું કાવતરું રચ્યું કે જાણીને દંગ રહી જશો…ઘોર કળયુગ છે

દરેક સ્ત્રીનું સપનું હોય છે કે લગ્ન બાદ તે બાળકની માટે બને. કારણ કે માતૃત્વ એક એવી ખુશી છે જેનો અહેસાસ માત્ર અને માત્ર એક સ્ત્રી જ જાણી શકે છે. તેના જીવનની આ સૌથી મોટી ખુશી માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અઢળક પ્રયત્નો કરવા છતાં પણ કેટલીક સ્ત્રીઓ માતા નથી બની શકતી. આજે ટેક્નોલોજી એટલી વિકસિત થઇ ગઈ છે કે તકનીકના આધારે માતા બનવું સરળ પણ બન્યું છે પરંતુ આવી સારવાર ખુબ જ ખર્ચાળ પણ હોય છે. ત્યારે ઘણા લોકો બાળક દત્તક લેવાનું પણ વિચારે છે.

આ દરમિયાન સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને કોઈપણ હચમચી શકે. સુરતમાં એક મમતા ઘેલી માતાએ તેના પ્રેમી સાથે મળીને એવું કૃત્ય કર્યું છે, જેને જાણીને હેરાન રહી જશો. આ મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે તેના પ્રેમી સાથે મળી અને એવું કાવતરું રચ્યું કે કોઈનું પણ કાળજું કંપી ઉઠે.

સુરતના ખટોદરા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં એક ઉત્તર પ્રદેશનો પરિવાર રહે છે અને તેમની અઢી વર્ષની બાળકીનું પાડોશમાં રહેતી નિસંતાન મહિલાએ રમાડવાના બહાને લઇ જઇ તેનું અપહરણ કર્યુ હતુ અને તે બાદ તેના પ્રેમીને બોલાવી તેને સોંપી દીધી. આ કેસમાં પોલિસે સતત 8-10 કલાકની શોધખોળ બાદ રવિવારના રોજ બાળકીને પાંડેસરાથી શોધી કાઢી હતી. આ બાળકીનું અપહરણ કરનાર આરોપીને પણ પોલિસે ઝડપી પાડ્યા હતા.

આ મહિલાનું નામ સંગીતાદેવી છે, તેણે બાળકીનું અપહરણ કર્યુ અને પ્રેમી પાસે પાંડેસરા મૂકી આવી. મહિલાએ અપહરણનું કારણ જણાવતા કહ્યુ હતુ કે, તેના લગ્નને ઘણા વર્ષો થયા હતા પરંતુ તેને બાળક થતુુ ન હતુ અને આ નાની બાળકી સાથે તેને લાગણી બંધાઇ હતી. એટલા માટે તેણે બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યુ હતુ.

મહિલા બાળકીનું અપહરણ કરીને 3-4 દિવસ બાદ પતિને છોડી પ્રેમી સાથે જઇ રહેવાનો પ્લાન ઘડી રહી હતી. પરંતુ તે પહેલા જ પોલિસે બાળકીની શોધ કરી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલિસે બાળકીના ગુમ થયાના 8-10 કલાકમાં જ તેની શોધ કરી લીધી હતી અને માતા-પિતાનો સોંપી હતી. બાળકી મળી આવતા માતા-પિતા ઘણી ખુશ થઇ ગયા હતા. પોલિસે પણ ઉમદા કામગીરી કરી હતી.

After post

disabled