સુરતમાં ફેસબુક પર વિધવા મહિલા સાથે કરી મિત્રતા પછી લગ્નની લાલચ આપી ઘપાઘપ કર્યું અને પછી કર્યુ એવું કે.... - Chel Chabilo Gujrati

સુરતમાં ફેસબુક પર વિધવા મહિલા સાથે કરી મિત્રતા પછી લગ્નની લાલચ આપી ઘપાઘપ કર્યું અને પછી કર્યુ એવું કે….

સુરતમાં 8 વર્ષની દીકરીની વિધવા માતાને પટાવીને ઘપાઘપ કર્યું પછી વારંવાર બોલાવીને…

ગુજરાતમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં કોઇ સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિલાઓ કે યુવતિઓ સાથે પરિચય કરી તેને પ્રેમ જાળમાં ફસાવી તેમનું યૌન શોષણ કરવામાં આવતુ હોય છે. આવા કિસ્સાઓ મોટાભાગે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વિધવા મહિલા સાથે ફેસબુકથી પરિચયમાં આવેલ ભાવનગરના યુવકે તેને લગ્નની લાલચ આપી અને તેનું યૌનશોષણ કર્યુ હતુ, આ બાબતે પોલિસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના સીમાડા ખાતે એક સોસાયટીમાં મૂળ ભાવનગરની વતની 31 વર્ષિય વિધવા મહિલા રહે છે. તેને એક 8 વર્ષની દીકરી છે અને તેના પતિનું ત્રણેક વર્ષ પહેલા નિધન થઇ ગયુ હતુ. લગભગ પાંચેક મહિના પહેલા તેનો પરિચય ફેસબુક પર શ્યામ ગઢવી નામના યુવક સાથે થયો હતો. તેણે ભાવનગર મહુવાનો રહેવાસી હોવાનું મહિલાને જણાવ્યુ હતુ, જે બાદ તેઓ વોટ્સએપ અને ફોન પર વાતચીત કરતા હતા. શ્યામ મહિવાનું સરનામુ લઇને તેને ઘરે મળવા ગયો હતો અને લગ્નની વાત કરી હતી. તે બાદ તે વારંવાર મહિલાના ઘરે આવી સંબંધ બાંધતો.

તે બાદ લગ્નની નોંધણી માટે શ્યામે તેના આઇડી અને ડોક્યુમેન્ટ્સ કાર્યવાહી માટે આપ્યા હતા. લગભગ એક મહિના પહેલા શ્યામનો ભાઇ અને તેનો મિત્ર મહિલાના ઘરે આવ્યા અને વિધવા મહિલાના ઘરે જ રહેવા લાગ્યા. શ્યામે આ બાબતે મહિલાને કહ્યુ કે, લગ્ન માટે આ લોકો સાક્ષી તરીકે સહી કરશે, માટે મહિલાએ પણ તે લોકોને ઘરમાં રહેવા દીધા. ગત 2 તારીખના રોજ મહિલાએ શ્યામ ગઢવીને નોંધણી કરાવવા માટે કહ્યુ.

ત્યારે તેણે કહ્યુ કે તેની સગાઇ થઇ ગઇ છે અને ગામમાં કોમવાદની મેટર ચાલતી હોવાથી તે તેની સાથે રહેતો હતો, હવે તે મેટરમાં સમાધાન થઇ ગયુ છે અને તે પાછો વતન જઇ રહ્યો છે તેવી વાત શ્યામ ગઢવીએ કરી હતી. તેણે મહિલાને એવી ધમકી આપી કે જો લગ્નની વાત કરી તો તે જાનથી મારી નાખશે.  આરોપી શ્યામે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી તેનું યૌનશોષણ કર્યુ હતુ. જે મામલે સરથાણા પોલિસે શ્યામ ગઢવી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Live 247 Media

disabled