સુરતમાં ફરીવાર ભૂરી ડોન ગેંગ દ્વારા લોકો ભયમાં મુકાયા, ધોળા દિવસે કરી લીધી પાર્લરમાં ઘૂસીને લૂંટ, જુઓ લાઈવ CCTV વીડિયો
સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી એક નામનો આતંક મચેલો છે અને તે નામ છે ભૂરી ડોનનું. જેના નામથી જ લોકો ડરી જાય છે, હાલમાં જ સુરતમાં એક પાર્લરમાં જ્યાં ભૂરી ડોન ગેંગના સભ્યો દ્વારા ધોળા દિવસે એક ઘુસી અને લૂંટ ચલાવવામાં આવી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ છે. જેને લઈને પણ લોકો ડરી રહ્યા છે.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં ફરી એકવાર ભૂરી ડોન ગેંગનો આતંક જોવા મળ્યો હતો. ભૂરી ડોન ગેંગના સભ્યો વરાછા વિસ્તારમાં આવેલ મસાજની દુકાનમાં ઘુસી ગયા હતા. અને દુકાનમાં ઘુસીને છરી બતાવી લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. જેમા આરોપીઓ 28 હજારની રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરીને જતા રહ્યા હતા.
આ પહેલા પણ ભૂરી ડોન ગેંગ સામે અનેક ગુના નોંઘાઈ ચુક્યા છે. જેમા ખંડણી, મારામારી અને અપહરણ સહિતના કેસો સાથે લૂંટના કેસો પણ નોંધાયા છે. અગાઉ પણ ભૂરી ગેંગ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે. ત્યારે હવે લોકો માંગણી કરી રહ્યા છે કે સુરત પોલીસ કમિશ્નર ભૂરી ડોન ગેંગ સામે કડક કાર્યવાહી કરે.
ભૂરી ડોન ગેંગ દ્વારા ધોળા દિવસે આ પ્રકારે લૂંટ કરવામાં આવતા સુરતના વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને સુરતની કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ભૂરી ડોન ગેંગ છરીની અણીએ જાહેરમાં આ પહેલા પણ મારામારી કરી હતી, જેની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઇ હતી.
આ વખતે ભૂરી ડોન ગેંગના સભ્યોએ વરાછા મારૂતિ ચોક ખાતે અનમોલ મસાજ પાર્લર ચલાવતો વિશ્વરૂપ વરૂણ ડે જયારે સાંજના સમયે પાર્લરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ભૂરી ડોનના સાથીદાર એવા નાનો ભરવાડ, રવિ ગોંસાઇ, રાહુલ ઘોડો, અભી બાવા અને દિલીપ દરબાર પાર્લરમાં ઘૂસી ગયા હતા. રવિએ વિશ્વરૂપને ચપ્પુની અણીએ બાનમાં લઇ કેશ કાઉન્ટરમાંથી રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.
ત્યાર બાદ પાર્લરની બહાર નીકળી તમામે રોકડ સરખે હિસ્સ વહેંચી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને વરાછા પોલીસે લૂંટનો ગુનો નોંધી દિલીપ દરબારને ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે દિલીપ અને તેના માથાભારે મિત્રોએ ગત રોજ નાંણાકીય લેતીદેતીમાં કાપોદ્રા વિસ્તારમાં પણ આતંક મચાવ્યો હતો.
આ બનાવને લઈને લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમા ભૂરી ડોન ગેંગનો આતંક ક્યારે ખતમ થશે તે સવાલ લોકોના મનમાં પહેલાથી જ ઉઠી રહ્યો છે.આ ઉપરાંત લોકોના મનમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ભૂરી ડોન ગેંગને કોનો સપોર્ટ છે, સાથેજ પોલીસ ક્યારે આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરશે ?