સુરત સરથાણામાં 26 વર્ષનો ઢગો 12 વર્ષની ભોળી સગીરાને પટાવીને લઇ ગયો ઓફિસમાં, 2 કલાક સુધી એક એક કપડાં કાઢીને….

આજ કાલ સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ વધ્યુ છે. સગીર વયના વિદ્યાર્થીઓ પણ સોશિયલ મીડિયાને રવાડે ચઢી ગયા છે. ત્યારે આ દરમિયાન કેટલાક યુવકો સગીરાને કે યુવતિઓને ફસાવી તેમને મળવા બોલાવી તેમની સાથે ના કરવાનુ કરતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં સુરતમાંથી વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતુ. ઇન્સ્ટાગ્રામમાં મેસેદ કરી મળવા બોલાવી યુવકે સગીર વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરી હતી અને ત્યારે સગીરાએ તેને ચંપલ મારી હતી.

જો કે, તે બાદ યુવકે તેને ઓફિસમાં લઇ જઇ બે કલાર સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા જે ધોરણ 8માં અભ્યાસ કરે છે, તેણે એકાદ મહિના અગાઉ તેની માતાના મોબાઈલમાંથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવ્યું હતું. આ આઇડી પર એક યુવકનો હાય-હેલ્લોનો મેસેજ આવ્યો હતો, જે બાદ સગીરાએ તમે કોણ એવું પૂછ્યું હતું. તે બાદ જિગ્નેશ નામની આઈડી પરથી ઈન્સ્ટાગ્રામમાં હાય-હેલ્લોનો મેસેજ આવ્યો હતો. આપણી સ્નેપચેટમાં વાત થઈ હતી કહી મિત્રતા કેળવી ચેટિંગ ચાલુ કર્યું હતું.

ત્યારે લગભગ પાંચ-છ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી સગીરાને રૂબરૂ મળવા યુવકે બોલાવી હત. આને લઇને તે ઘરેથી કહી નીકળી હતી કે તે તેના ફ્રેન્ડના ઘરે જઇ રહી છે. તે જિગ્નેશને મળવા સરથાણાના સરદાર ફાર્મ ખાતે ગઈ હતી. જીગ્નેશ ત્યાંથી તેને બાઇક પર બેસાડી સરથાણા કેનાલ રોડના ટીટીસી બિલ્ડિંગના બીજા માળે ઓફિસમાં લઈ ગયો, જ્યાં તેણે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન સગીરાએ તેને ચપ્પલ માર્યા હતા. જે બાદ આરોપી યુવકે સગીરાને કહ્યુ કે, તારામાં હિંમત હોય તો હાથથી મારીને બતાવ.

જે બાદ સગીરા તેને મારવા ગઈ ત્યારે તેના બંને હાથ પકડી યુવકે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તેણે સતત બે કલાક સુધી પિશાચી કૃત્ય કર્યુ અને તે બાદ તેને બાઈક પર બેસાડી યોગીચોક ડી-માર્ટ પાસે છોડી દીધી હતી. આ બાબચે સગીરાના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલિસે ઓનલાઈન ધંધો કરતા જિગ્નેશ વેકરિયાની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. આ વાત ત્યારે સામે આવી જયારે સગીરાની માતાને ખબર પડી કે તે તેની ફ્રેન્ડના ઘરે ગઇ ન હતી. તેમણે સગીરાની પૂછપરછ કરતા આ મામલો બહાર આવ્યો હતો.

disabled