પરણેલા પુરુષને પ્રેમ કરતા પહેલા આ યુવતીની સુસાઇડ નોટ જોઈ લેજો, એવું એવું સહન કરીને સુરતની યુવતીએ મોતને કરી લીધું વહાલું - Chel Chabilo Gujrati

પરણેલા પુરુષને પ્રેમ કરતા પહેલા આ યુવતીની સુસાઇડ નોટ જોઈ લેજો, એવું એવું સહન કરીને સુરતની યુવતીએ મોતને કરી લીધું વહાલું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતની ઘટનાઓ છાસવારે સામે આવવા લાગી છે. ઘણા લોકો  આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પારિવારિક  સમસ્યાને લઈને પણ આપઘાત કરી લેતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો પ્રેમ સંબંધો તૂટી જવાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે.

હાલ એવી જ એક ખબર સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક રત્નકલાકાર યુવતીએ આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે. યુવતીના આપઘાત બાદ એક સુસાઇડ  નોટ પણ મળી આવી છે જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ આપઘાત પાછળ મુખ્ય કારણ પ્રેમ પ્રસ્નગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રામાં રહેતી અને રત્નકલાકાર યુવતીને વિશાલ નામના યુવકે લગ્નની લાલચ આપી અને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. યુવક પરણિત હતો અને તેના આ પ્રેમ સંબંધોની જાણ તેની પત્નીને પણ હતી. આ કામમાં તેની પત્ની પણ તેનો સાથ આપતી હતી. યુવતીએ પોતાની સુસાઇડ નોટમાં આ ખુલાસો કર્યો છે.

યુવતીએ પોતાની સુસાઇડ નોટમાં એમ પણ જણાવ્યું છે કે, આ બંનેએ મારી જિંદગી બરબાદ કરી નાખી હતી, મારી લાશ મારા પરિવારને આપતા પહેલા વિશાલના ઘરે આપી આવજો જેટી મારા આત્માને શાંતિ મળશે. યુવતીએ આગળ જણાવ્યું કે, વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. વિશાલ પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવતી મૂળ ઉમરપાડાની હતી અને તે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાની ભાણેજ સાથે રહેતી હતી. ગત રોજ તેને સવારે 10 વાગ્યાની આસપાસ ગળે ફાંસો ખાઈ લીધો હતો, આ બાબતે તેના પરિવારને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ મામલે પોલીસને મૃતક યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિશાલ અને તેની પત્નીની શોધખોળ શરૂ કરું હતું, પરંતુ વિશાલ ફરાર થઇ ગયો હતો, પરંતુ પોલીસે વિશાલની પત્નીની ધપરકડ કરીને આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Uma Thakor

disabled