કિશોરીને ઈશારો કરીને માતાએ ઘરમાં બોલાવી દીકરા સાથે કરી દીધી બંધ, દીકરો જબરદસ્તી બાંધતો રહ્યો સંબંધો, અને માતા આપતી હતી પહેરો, પછી થયું એવું…

છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે અત્યચાર અને દુષ્કર્મ થવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ ઉપરાંત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ થવાની ઘટનાઓ હચમચાવી દેતી હોય છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં માતાએ જ સગીરાને રૂમમાં બંધ કરી અને અંદર દિકરાએ દુષ્કર્મ આચર્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના એલપી સવાણી રોડ ઉપર આવેલા એસએમસી આવાસની અંદર એક માતાએ તેના ઘરમાં એક કિશોરીને બોલાવી રૂમની અંદર દીકરાના હવાલે કરી દીધી હતી, જેના બાદ દીકરો બળજબરીથી કિશોરી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો અને તેની મા બહાર પહેરો ભરીને ઉભી રહી હતી.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર રાજ કહાર નામના એક યુવકે તેની પાડોશમાં જ રહેતી એક કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી, અને તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.  આ ઉપરાંત તે કિશોરીને એમ પણ કહેતો હતો કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે પોતાનો જીવ આપી દેશે.

તેના બાદ રાજની માતા વનિતાએ 14 જાન્યુઆરીના રોજ કિશોરીને ઈશારો કરીને પોતાના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેના દીકરાના રૂમની અંદર કિશોરીને બંધ કરી દીધી હતી, જેના બાદ રાજ કિશોરી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતો રહ્યો અને ખુદ રાજની મા ઘરની બહાર પહેરો ભરી રહી હતી.

આ ઘટર્ના બાદ કિશોરીએ તેના પરિવારને પણ આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના બાદ પરિવાર રાજ અને તેની માતાને ઠપકો આપવા જતા તેમને મારવાની ધમકી આપી હતી. જેના બાદ કિશોરીના પરિવારજનોએ અડાજણ પોલીસ મથકે રાજ અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે માતા-પુત્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

After post

disabled