સુરત : રોજ કલાકો સુધી બાથરૂમમાં પ્રેમી સાથે વાત કરતી કિશોરીએ બાથરૂમમાં જ આપી દીધો પોતાનો જીવ - Chel Chabilo Gujrati

સુરત : રોજ કલાકો સુધી બાથરૂમમાં પ્રેમી સાથે વાત કરતી કિશોરીએ બાથરૂમમાં જ આપી દીધો પોતાનો જીવ

લાડલી દીકરીની બાથરૂમમાં લટકતી લાશ જોતા જ માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ – છેલ્લે ખુલ્યું રહસ્ય

રાજયભરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સા સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી તો આવા કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ માનસિક ત્રાસને કારણે આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કિશોરીને એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોય છે અને તે બાથરૂમમાં બેસી કલાકો સુધી તેના પ્રેમી સાથે વાતો પણ કરતી હોય છે. પરંતુ અચાનક તેણે આત્મહત્યા કરી પરિવારને ઘમરોળી નાખ્યો છે. હવે તેના આપઘાતનું પાછળનું કારણ પ્રેમી સાથેનો ઝઘડો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના ઉન પાટિયામાં એક કિશોરીનો બાથરૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યુ છે.. કિશોરીને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. તે કલાકો સુધી બાથરૂમમાં બેસી તેના પ્રેમી સાથે વાતચીત કરતી હતી અને હવે તેના અચાનક આપઘાત કરી લેવાથી તેની પાછળ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મિલમાં કામ કરે છે અને તેમને ત્રણ સંતાનો છે. કિશોરી બીજા નંબરની દીકરી હતી. કિશોરી કોલકોતામાં અભ્યાસ કરતી હતી પરંતુ કિશોરીએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામ કરવાનું શરૂ કર્યુ હતુ. તેમણે આગળ જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા.

તેમની પત્નીએ સવારે દીકરીની બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઇ આ જોતા જ તેઓ હોંશ ગુમાવી બેઠા. પત્નીએ આ જોયા બાદ બુમાબુમ કરી હતી અને ત્યાર બાદ પરિવાર કિશોરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાઈ હતી. કિશોરીના આવા પગલાંને લઈ પરિવારમાં ઘણો શોક છવાઇ ગયો છે.

મૂળ કોલકાતાના અને હાલ સુરત રહેતા કિશોરીના પિતાએ જણાવ્યુ હતુ કે, તેને એક યુવક જોડે એક વર્ષથી પ્રેમસંબંધ હતો. અવાર નવાર તે પરિવારથી છુપી રીતે બાથરૂમમાં કલાકો સુધી મોબાઈલ પર વાત કરતી હતી. તે પકડાઇ પણ ગઇ હતી. એટલું જ નહીં પણ કિશોરીના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોઇ શકે છે તેમ હાલ ચર્ચાઇ રહ્યુ છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.

Live 247 Media

disabled