હે ભગવાન.. સુરતમાં 11માં ધોરણમાં ભણતી સગીરાના પેટમાં મળ્યો 6 મહિનાઓ ગર્ભ, કહ્યું, “મને ખબર નથી હું ક્યારે ગર્ભવતી થઇ ?”
સોશિયલ મીડિયામાં અને સમાચારમાં રોજ બરોજ એવી ઘટનાઓ આવતી હોય છે જે સામાન્ય માણસના પણ હોશ ઉડાવી દે, ત્યારે હાલ સુરતમાંથી એક ઘટના સામે આવી છે જેને સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે. આ ઘટનામાં 11માં ધોરણમાં ભણતી વિધાર્થીનીના પેટમાં 6 મહિનાનો ગર્ભ મળી આવતા ચકચારી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ધોરણ-11માં ભણતી એક વિધાર્થીનીના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેના બાદ તપાસ કરતા માલુમ પડ્યું કે તેના પેટની અંદર 6 મહિનાનો ગર્ભ છે. જેના બાદ સગીરાની માતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જેના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
સગીરાના પરિવારજનોએ પોલીસને પણ આ બાબતે ગોળ ગોળ જવાબ આપી ગોથે ચઢાવ્યા હતા. સગીરાની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે યુવક જે એક મિલમાં કામ કરે છે તેની સાથે પ્રેમમાં પડી હતી, જે તેને ઘરેથી શાળાએ જતી વખતે મળતો હતો ત્યારે તેના પિતાને તેના 6 મહિનાના ગ-ર્ભથી અજાણ રાખ્યો હતો.

સગીરાએ જણાવ્યું હતું કે, “મને ખબર નથી કે હું ક્યારે ગર્ભવતી થઈ. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. ત્યારે મારો એક નાનો ભાઈ છે પિતા મિલ કામદાર છે. ત્યારે અમે યુપીના રહેવાસી છીએ.હું 5 મહિના પહેલા એક યુવાન સાથે ઘર અને શાળા જવા વચ્ચે પરિચય થયો હતો. ત્યારે પછી તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ.”
સગીરાએ આગળ જણાવ્યું હતું કે, યુવક મિલમાં નોકરી કરે છે. જોકે ગર્ભ પ્રેમીનો છે કે નહીં એ બાબતે કિશોરીએ ચુપકીદી સેવી લીધી હતી. શુક્રવારે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડતા સિવિલ લવાયેલી કિશોરીના સોનોગ્રાફીમાં 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ડોક્ટરોએ તાત્કાલિક એમએલસી કરાવી પોલીસ જાણ કરી આગળની સારવાર શરૂ કરી છે.
સગીરાએ પોતાના પિતાની વાતને લઈને જણાવ્યું હતું કે, “મારા પિતાને મારા ગર્ભ વિશે કઈ ખબર નથી ત્યારે પપ્પા ગુસ્સે છે.ત્યારે હું તે યુવાનને ખૂબ પ્રેમ કરું છું. જો મારા પિતાને ખબર પડી તો તે તેને મારશે મને ખબર નથી કે મેં આવી ભૂલ કેમ કરી.” ત્યારે આ બાબતે હવે પોલીસે પીડિતાના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.