આ રહસ્યમય ખાણ ઉપરથી પસાર થતા વિમાનો થઇ જતા હતા ગાયબ, સામે આવ્યું આ વૈજ્ઞાનિક કારણ

પૂર્વી સાઈબેરિયામાં એક રહસ્યમય ખાણ આવેલી છે. આમ તો મિરની માઇન નામની આ ખાણ હવે બંધ કરી દેવાઈ છે પરંતુ જ્યારે તે ખુલ્લી હતી ત્યારે આ વિસ્તારમાંથી એકપણ એરોપ્લેન કે હેલિકોપ્ટર પસાર થતું નહોતુ. કારણ કે નીકળનાર એરોપ્લેન કે હેલિકોપ્ટર આમાં સમાઈ જતા હતા.

વાત એમ છે કે આ ખાણ 1722 ફૂટ લાંબી અને 3900 ફૂટ પહોળી છે. આ વિશ્વની બીજી સૌથી મોટી માનવસર્જિત ખાણ છે. આમાં હવાનું દબાણ ઘણું વધારે હોય છે અને તેથી જ તેની ઉપરથી પસાર થતાં હેલિકોપ્ટર ઘણીવાર તેની અંદર સમાઈ ગયા છે. આને ખોદવા માટે કર્મચારીઓએ જેટ એન્જિન અને ડાયનામાઈટ્સનો ઉપયોગ કર્યો હતો.

કેમ થાય છે આવું?
શિયાળામાં અહીનું તાપમાન એટલું નીચુ જતું રહે છે કે ગાડીઓમાં ભરેલું તેલ પણ જામી જાય છે. આ ખાણ 13 જૂન,1955ના રોજ સોવિયત ભૂવૈજ્ઞાનિકોની એક ટીમે શોધી હતી. આને શોધવા બદલ સોવિયતના જિયોલોજિસ્ટ યૂવી ખબરદીનને 1957માં લેનિન પ્રાઈઝ આપવામાં આવ્યું. આ માઈનનું વિકાસકાર્ય 1957માં જ શરૂ કરવામાં આવ્યું.

ખાણનો વિસ્તાર એટલો વિશાળ હતો કે મશીનો બગડી ના જાય એ માટે ખાણને ઢાંકીને જ રાખવામાં આવતી. આ ખાણ શોધ્યા પછી રશિયા હીરાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દુનિયાનો ત્રીજો દેશ બની ગયો. આ ખાણમાંથી દરવર્ષે 10 મિલિયન કેરેટ હીરા કાઢવામાં આવતા હતા. જો કે 2011માં આ ખાણને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી.

disabled