ઘોર કળયુગ : બાપ બન્યો હેવાન….. માતાના ઘરની બહાર જવાની સાથે જ સાવકા બાપે…

બેશરમ અને હલકટ બાપે સગીર દીકરી પર બગાડી નજર, માતા બહાર જતી ને પછી……..

સંબંધોને શર્મસાર કરનારની ઘટનાઓ આપણી આસપાસ અઢળક જોવા મળી જશે, જેમાં ઘરની અંદર રહેલા જ વ્યક્તિઓ ક્યારે હેવાન બની જાય તે કોઈ નથી જાણતું, આવી જ એક ઘટનાની ખબર હાલ ચકચારી મચાવી રહી છે. જેમાં એક સાવકા પિતાએ પોતાની 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના સહારનપુર શહેરમાંથી. જ્યાં કોતવાલી મંડી વિસ્તારના એક મોહલ્લામાં એક મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ ગયાહતા . જેના બાદ તેને વર્ષ 2014માં બીજા લગ્ન કર્યા હતા. મહિલાની એક 10 વર્ષની દીકરી પણ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા અન્ય ઘરોમાં સાફ સફાઈનું કામ કાજ કરતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ગત શનિવારના રોજ મહિલા સાંજના સમયે પોતાના ઘરેથી કામ માટે બહાર ગઈ, ત્યારે ઘરની અંદર તેનો પતિ અને તેની 10 વર્ષની દીકરી હત્યા. આરોપ છે કે ત્યારે તેના પતિએ તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ દીકરી ગુમસુમ બની ગઈ હતી. ઘરે પરત ફરવા ઉપર તેની માતાને શંકા થઇ.

(પ્રતીકાત્મક તસવીર)

માતાએ જયારે તેની દીકરીને પૂછ્યું ત્યારે તેને પોતાની સાથે દુષ્કર્મ થયાની જાણકારી આપી.  જેના બાદ પરિવારજનો અને સંબંધીઓ મામલાને દબાવવામાં લાગી ગયા. પરંતુ એક સંબંધીએ જઈને આ મામલાની જાણકારી પોલીસને આપી દીધી. એસપી સીટી રાજેશ કુમારે જણાવ્યું કે સોમવારના રોજ કિશોરીના પરિવારના સદસ્યની ફરિયાદ ઉપર કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાનું ડોકટરી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.

disabled