નોકરીને કહો By By, શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે લાખોની કમાણી - Chel Chabilo Gujrati

નોકરીને કહો By By, શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે લાખોની કમાણી

જો તમને નોકરી જવાનો ડર હોય અને પૂરતી ઈન્ક્મ માટે કારોબાર કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે એક ખુબ જ જોરદાર બિઝનેસ આઈડ્યા વિશે જણાવીશું. અમે તમને એવા એક કૃષિ સંબંધિત બિઝનેસ આઈડ્યા વિશે જણાવી રહ્યા છે જેમાં તમે ઓછા પૈસા લગાવીને તમે તમારો બિઝનેઝ શરુ કરી શકો છો. જણાવી દઈએ કે કૃષિ ક્ષેત્રનો બિઝનેસ એક એવું ક્ષેત્ર છે જ્યાં ઇન્કમ કમાવાની અપાર સંભાવના છે.

આ એવું ક્ષેત્ર છે જેને મહામારી પણ કશું બગાડી શક્તિ નથી દેશની GDPમાં સૌથી વધારે યોગદાન કૃષિ ક્ષેત્રનું છે. આ પછી તમારે નોકરી કરવાની કોઈ જરૂર પણ નહીં પડે. કારણ કે આ પ્રોડક્ટની માંગ હાલમાં દેશ વિદેશમાં ખુબ વધી રહી છે. આ ઉપરાંત સરકાર પણ આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી મદદ કરશે. જેથી જો તમારી આર્થિક સ્થિતિ નબળી હશે તો પણ તમે આસાનીથી આ બિઝનેસ શરૂ કરી શકો છો.

આ બિઝનેસ છે મધનો. મધની માગ દિવસેને દિવસે વધી રહી છે. તેનો ઉપયોગ દવાથી લઈને અનેક પ્રોડક્ટમાં કરવામાં આવે છે. આ બિઝનેસને મધમાખી ઉછેર કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા રાજ્યના ખેડૂતો ખેતી છોડીને મધમાખી ઉછેરમાં લાગી ગયા છે. હાલમાં તેઓ બહુ સારી કમાણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસને સરકાર પણ સપોર્ટ કરે છે.

નોંધનિય છે કે, મધમાખી ઉછેર તેનું પ્રોસેસિંગ યૂનિટ સ્થાપીને સારી કમાણી કરી શકાય છે. આ વાત ખાસ યાદ રાખો કે મધમાખીના ઉછેરથી માત્ર મધ જ નથી મળતુ પરંતુ તેનાથી બીજી પણ ઘણી વસ્તુઓ મળે છે. જેમ કે બીજવેક્સ, રોયલ જેલી,પ્રોપોલિસ કે મધમાખી ગુંદર, પરાગ જેવી પ્રોડક્ટ મળે છે. ખાસ વાત એ છે કે આ તમામ ઉત્પાદનોની બજારમાં સારી એવી માગ છે.

આ વ્યવસાયને શરૂ કરવામાં કૃષિ અને કલ્યાણ મંત્રાલયે પાકના ઉત્પાદનમાં સુધારો કરવા મધમાખી ઉછેરનો વિકાસ (Development of Beekeeping for Improving Crop Productivity) નામથી એક કેન્દ્રીય યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મધમાખી ઉછેરને વિકસિત કરવાનો, ઉત્પાદન વધારવાનો, પ્રશિક્ષણ કરવાનો અને લોકોમાં તેમના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સરકાર તેના માટે 80થી 85 ટકા સુધીની સબસીડી પણ આપે છે.

હવે જો તમે 10 બોક્સ લઈને મધમાખીનો ઉછેર શરૂ કરો છો તો, જો 40 કિલો પ્રતિ બોક્સ મધ મળે તો કુલ 400 કિલો મધ એકઠુ થશે. આ મધને તમે 350 રૂપિયે કિલો વેંચશો તો 1.40 લાખ રૂપિયાની આવક થશે. હવે જો તમને પ્રતિ બોક્સ 3500 રૂપિયાનો ખર્ચ થશે તો કુલ ખર્ચનો આંકડો 35000 હજાર રૂપિયા થશે. આમ તમને 1,05,000 રૂપિયાનો ચોખ્ખો નફો થશે. હવે જેમ જેમ તમે બોક્સની સંખ્યા વધારતા જશો તેમ તેમ તમારો બિઝનેસ વધતો જશે અને તમારી આવક પણ વધતી જશે.

Live 247 Media

disabled