અમદાવાદના 75 વર્ષના વૃદ્ધને વારંવાર ઉઘાડા થવાનું કહેતી દિલ્લીની યુવતિએ બાથરૂમમાં જઇને કર્યુ એવું કે...પોલિસ - Chel Chabilo Gujrati

અમદાવાદના 75 વર્ષના વૃદ્ધને વારંવાર ઉઘાડા થવાનું કહેતી દિલ્લીની યુવતિએ બાથરૂમમાં જઇને કર્યુ એવું કે…પોલિસ

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર યુવકો, આધેડ કે પછી વૃદ્ધોને ફસાવી મળવા બોલાવી અથવા તો વીડિયો કોલ કરી તેમના આપત્તિજનક ફોટો અને વીડિયો બનાવી તે આધારે તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને પછી પૈસા પડાવવામાં આવતા હોય છે. ત્યારે ઓનલાઈન આકર્ષણ ઉભું કરીને પણ છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જો કે, પોલીસ પણ લોકોને છેતરપિંડીમાં ના ફસાવવા માટે સતત જાગૃત કરતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 75 વર્ષના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે એક દિલ્હીની મહિલા દ્વારા તેમને વિડીયો કૉલ પર સતત ઉઘાડા થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું,

અને આ પછી તેમને એક વ્યક્તિએ પોતે દિલ્હીનો પોલીસકર્મી હોવાની ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યો હતો. આ બાબતે વૃદ્ધે હિંમલ દાખવી પોલિસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી. તેમણે પોલીસને જણાવ્યું કે, 9 સપ્ટેમ્બરના રોજ તેમના વોટ્સએપ પર મેસેજ આવ્યો અને મહિલા વિડીયો કોલ પર નગ્ન થવા માટે દબાણ કરી રહી હતી. ત્યારે વૃદ્ધે તેને કહ્યું હતું કે તું કોઈ બીજી વ્યક્તિ શોધી લે, આ પછી તે મહિલા એ વિડીયો કોલ કર્યો અને તે બાથરૂમમાં નગ્ન થઈ ગઈ હતી. આ જોઈને મેં ફોન કાપી નાખ્યો હતો.” આ મહિલા દ્વારા વારંવાર જીદ કરવામાં આવી રહી હતી,

તે બાદ તેમને લાગ્યું કે તે મહિલા માત્ર 5 મિનિટ માટે ઉઘાડા થઇ વિડીયો કોલ કરવા માટે કહી રહી છે અને પછી મને તેનાથી છૂટકારો મળી જશે.જો કે, આવું બન્યુ નહિ. તેમણે વધુમાં કહ્યું, તે લગભગ બે વર્ષથી સંબંધોમાં સક્રિય નથી, તેમને લાગ્યું કે આનાથી મહિલાને મદદ મળી શકે છે.” મહિલાએ જે વિડીયો કૉલ કર્યો તેનું રેકોર્ડિગ તેણે 10 સપ્ટેમ્બરે મોકલ્યું અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાની ધમકી આપી તેમણે જણાવ્યું કે તેમની પાસે પણ તેનો વિડીયો છે, ત્યારે મહિલાએ કહ્યું કે તેને જો તેઓ વાયરલ કરે તો તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.

આ પછી વિક્રમસિંહ રાઠોડ નામની ઓળખ આપનારા એક વ્યક્તિએ કહ્યુ કે ચે પોતે દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા છે અને તેણે વૃદ્ધ સામે ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ વૃદ્ધે પણ હિંમત કરીને કહ્યું કે તેઓ પણ તેની સામે પોલીસ ફરિયાદ કરશે. મહિલાની જીદ બાદ પોતાના વિડીયોને વાયરલ કરી દેવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપનારા સામે વૃદ્ધ ફરિયાદ કરવા માટે બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. જણાવી દઇએ કે, ફરિયાદી ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ શહેરની યુનિવર્સિટીમાં એડવાઈઝર તરીકે પણ ફરજ બજાવી છે.

Live 247 Media

disabled