એક જ સેલ્ફીએ આખા પરિવારને બચાવી લીધો, ભગવાનનો ચમત્કાર... તો આજે આખું પરિવાર મોતને ભેટી ગયું હોત…જાણો કઈ રીતે બચ્યા - Chel Chabilo Gujrati

એક જ સેલ્ફીએ આખા પરિવારને બચાવી લીધો, ભગવાનનો ચમત્કાર… તો આજે આખું પરિવાર મોતને ભેટી ગયું હોત…જાણો કઈ રીતે બચ્યા

9 વર્ષના દીકરાના કારણે આખો મહેતા પરિવાર હેમખેમ છે, જો 15 મિનિટ મોડું થઇ ગયું હોત તો… જુઓ મોરબી ઝૂલતા પુલની ઘટનામાં જીવ બચી ગયેલા પરિવારની આપવીતી

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાના કારણે કેટલાય લોકો મોતને ભેટ્યા છે, ઘણા લોકોની એવી એવી કહાનીઓ સામે આવી રહી છે કે તેને સાંભળીને કોઈની પણ આંખોમાંથી આંસુઓ વહી જાય. ત્યારે એ સન્મયે પુલ ઉપર ફરવા ગયેલા કેટલાક લોકોનો બચાવ પણ થયો છે અને તેમના મોઢે પણ આ ઘટનાની આપવીતીઓ સામે આવી છે જે ખરેખર કાળજું કંપાવી દેનારી છે.

આવી જ એક વાત રાજુલામાં રહેનારા અને મોરબીમાં ઘટેલી આ ઘટનામાં જીવ બચાવનારા મહેતા પરિવારની સામે આવી છે. મહેતા પરિવાર પણ આ દુર્ઘટના ઘટવાના થોડા જ સમય પહેલા આ ઝૂલતા પુલ પર મજા માણી રહ્યો હતો. દુર્ઘટના સર્જાઈ તેના 15 મિનિટ પહેલા જ પરિવારના ભાનુભાઇ મહેતા, સાગર મહેતા, ખેવના અને નેત્ર સહીતનો આખો પરિવાર બ્રિજની બહાર આવી ગયો હતો.

તે લોકો પણ બ્રિજ પર ફરવાનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે તેમનો 9 વર્ષનો દીકરો નેત્ર આ ઝૂલતા પુલ પર ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. જેના કારણે આખો જ પરિવાર ઝૂલતા પુલ પરથી બહાર આવી ગયો. આ બ્રિજ પર તેમને સેલ્ફી પણ લીધી હતી. તેમના બહાર આવ્યાના 15 મિનિટ બાદ જ આ ગોઝારી ઘટના બની. તેમના દીકરાને જાણે મોતનો આભાસ થયો હોય તેમ રડવા લાગ્યો અને જો થોડું પણ મોડું થઇ ગયું હોત તો મહેતા પરિવાર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યો હોત.

આ ઘટના બાદ આખો પરિવાર તેમના રાજુલ સ્થિત ઘરે આવ્યો હતો અને હાશકારો અનુભવ્યો હતો, સાથે જ તેમને આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી અને ભગવાનનો પણ તેમને મોતના મુખમાંથી ઉગારી લેવા માટે બે હાથ જોડીને આભાર માન્યો હતો. આ ઘટના વિશે વાત કરતા મહેતા પરિવાર આજે પણ ધ્રુજી ઉઠે છે અને તે જણાવે છે કે નેત્રના કારણે તેમનો પણ જીવ બચી ગયો, તેમને જે જગ્યાએ ઉભા રહીને સેલ્ફી લીધી હતી એ જ જગ્યાએ થોડા સમય બાદ મોતનો તાંડવઃ સર્જાયો.

Uma Thakor

disabled