જૂનાગઢમાં સિઝેરિયનથી દીકરીનો જન્મ થયો પણ ભગવાનને આ પણ મંજૂર નહોતું, ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું- લવ સ્ટોરી સાંભળી તો આંખમાંથી વહેવા લાગશે અશ્રુધારા - Chel Chabilo Gujrati

જૂનાગઢમાં સિઝેરિયનથી દીકરીનો જન્મ થયો પણ ભગવાનને આ પણ મંજૂર નહોતું, ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું- લવ સ્ટોરી સાંભળી તો આંખમાંથી વહેવા લાગશે અશ્રુધારા

મોનીકા કહેતી, ‘મરી જાઉં તો બેન્ડ બાજા સાથે મને લઈ જજો’ અમે બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ હતા, ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું, જન્મીને દીકરી પણ મૃત્યુ પામી -લવ સ્ટોરી સાંભળી તો આંખમાંથી વહેવા લાગશે અશ્રુધારા

જુનાગઢમાંથી હાલમાં જ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. જેમાં સોલંકી પરિવારના પુત્રવધુ અને નવજાત પૌત્રીનું મોત થયુ હતુ. આ હ્રદયદ્વાવક બનાવ વિશે જે પણ સાંભળ્યુ કે વાંચ્યુ તે ખરેખર કંપી ઉઠ્યા હતા. 21 જુલાઈના રોજ શ્રીનાથભાઈ સોલંકીની ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મોત થયું હતું. પરંતુ તેમના ગર્ભમાં રહેલું બાળક જીવંત હતું. ડૉક્ટરે તેને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ લાડલીએ પણ આંખો ન ખોલી. અચાનક બે સભ્યોના મોતને કારણે સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જો કે, સંકટના સમયમાં પણ પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો. તેમણે મૃતક મોનિકાબેનનું ચક્ષુદાન કર્યુ અને બેસણામાં પણ રક્તદાનનું આયોજન કરી સમાજને નવી રાહ બતાવી હતી.

શ્રીનાથભાઈ કહે છે, મને ડોક્ટરે કહ્યુ- તમારી પત્ની મોનિકાને બચાવી શકાય તેમ નથી, પણ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે, તેને કદાચ અમે બચાવી શકીએ. તો તેમણે તે સમયે મન પર ભાર મૂકી સંમતિ આપી. જોકે, સિઝેરિયનથી દીકરીનો જન્મ પણ થયો પરંતુ ભગવાનને તો કંઇક બીજુ જ મંજૂર હતું. થોડી જ મિનિટમાં નવજાત બાળકીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. પત્ની મોનિકાના નિધનથી શ્રીનાથભાઈ પર વજ્રઘાત થયો હતો. તેઓ તો માનવા તૈયાર નથી કે તેમની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે શ્રીનાથભાઈ સાથે વાત કરવામાં આની હતી અને ત્યારે તેમણે પત્ની મોનિકા સાથેની લવસ્ટોરીથી માંડી લગ્ન સુધીના સફરની વાત જાણી હતી.

શ્રીનાથભાઈએ જણાવ્યું, તેમની પત્ની મોનિકા ડિલિવરી માટે વેરાવળ પિયર ગઈ હતી. 9 તારીખે તેનું સીમંત હતુ અને તે બાજ તે તેના મમ્મી-પપ્પા જોડે વેરાવળ ગઈ હતી. તેને નવ મહિનાની પ્રેગનન્સીને કારણે જે કોમ્પ્લિકેશન થતાં હોય એ હતા, બાકી તો બધા રિપોર્ટ્સ પણ નોર્મલ હતા. જો કે, તેને અચાનક 21 જુલાઈના રોજ સવારે માથું દુખવાનું શરૂ થયું. થોડીવારમાં તાવ પણ આવ્યો અને પછી તરત તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં સુધી બધું જ હેલ્થી હતું. પછી પરિસ્થિતિ થોડી વધારે બગડી. ગંભીરતા જોઈ ડૉક્ટરે સમય બાગાડ્યા વગર મોનિકાને ઓપરેશન થિયેટર સુધી લઈ જવાને બદલે OPDમાં જ સારવાર શરૂ કરી.

આ દરમિયાન તેનું બીપી- બ્લડ પ્રેશર એકદમ હાઇ થઈ ગયું, એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો. એ વખતે ડૉક્ટરે કહ્યું કે મોનિકાને બચાવી શકાય તેમ નથી, પરંતુ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે. તેને આપણે બચાવી શકીએ. અમે સંમતિ આપ્યા બાદ સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યો. પરંતુ થોડી જ મિનિટમાં એણે પણ અંતિમ શ્વાસ લઈ લીધા.શ્રીનાથભાઇએ કહ્યુ કે, તેમના લવ મેરેજ હતા. બંને વચ્ચે બોન્ડિંગ પણ ઘણુ સારુ હતુ અને તેઓ પતિ-પત્નીથી પણ વિશેષ બેસ્ટફ્રેન્ડ હતા. ક્યારેક હું મજાકમાં કહુ કે હું જઉ ત્યારે તું જોજે તને ખૂબ જ તકલીફ પડશે. ત્યારે એ સહજતાથી કહેતી કે તમારા પહેલા તો હું જઈશ. ત્યારે તમે બેન્ડ બાજા સાથે મને લઈ જજો. આ વાત પર અમે હસતા પણ.

પરંતુ આ વાત આવી ત્યારે તેમણે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે અંતિમ યાત્રામાં શોરબકોર કે રોકકળ ને બદલે બેન્ડ બાજા વગાડતા વગાડતા કાઢી. તેમણે મોનિકા સાથેની પહેલી મુલાકાતને લઇને પણ વાત કરી. શ્રીનાથભાઇના લવ મેરેજ હતા અને તેમના પિતાએ પણ તેમના સમયે લવ મેરેજ કર્યા હતા. તેમના લવ મેરેજ ઇન્ટર કાસ્ટ હોવાથી ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. છતાંયે તે ખૂબ ફોરવર્ડ હતા. શ્રીનાથ ભાઇ કહે છે કે મોનિકાને પાર્લરનો શોખ હતો. ટ્રેનિંગ અપાવીને એણે પોતાનું સલોન સ્ટાર્ટ કર્યું. એને દીકરીની બહુ ઈચ્છા હતી. એટલે તે નવી નવી છોકરીઓને મદદ કરતી. હેરકટ માટે આવે ત્યારે દસ વરસ સુધીની છોકરી હોય તો કંઈ પણ કરાવે એ એક રૂપિયો લેતી નહોતી.

તેમણે કહ્યુ કે, તે મોનિકાને ખૂબ મિસ કરે છે. તેની એક એક વાત એક મિનિટ તેમને ઘણી યાદ આવે છે. ​​​​​​શ્રીનાથભાઈએ આગળ કહ્યું, 21 તારીખે સવારે ફોન કરીને તેણે એટલું જ પૂછ્યું કે સારું છે હવે ? તો મેં હા પાડી કે દવા લીધી છે છે તો ઠીક છે. એ મને કંઈક વધુ કહેવા માગતી હતી, પરંતુ મારી ભૂલ કે મેં ફોન ડિસ્કનેક્ટ કરીને કહ્યું કે પછી ફોન કરું તને. એ પછી મેં એનો અવાજ જ નથી સાંભળ્યો. અડધો કલાક બાદ ઓફિસ જઈને મેં ફોન કર્યો, પરંતુ એણે રિસીવ ના કર્યો. પછી ફરી ફોન કર્યો તો બીજા કોઈએ ઉપાડીને એમ કહ્યું કે એ ન્હાવા ગઈ છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. તે બાદ 12 વાગ્યા પછી સસરાનો ફોન આવ્યો અને તેમણે કહ્યુ- મોની સિરિયસ છે અને એને કંઈક થઈ ગયું છે.

તેમણે આગળ કહ્યું, ‘અમારા બંનેની ઈચ્છા હતી કે અમારે એક નાની દીકરી આવે, પરંતુ કમનસીબે એ પણ ના રહી. તેઓ કહે છે કે, ચક્ષુદાનનો આઇડિયાતેમના પપ્પાના મિત્રએ આપ્યો હતો. તેઓ કહે છે કે, પ્રાર્થના સભામાં આવનારા લોકોને બ્લેડ ડોનેશન કેમ્પ અંગે જાણ કરી. આ આઇડિયા પણ તેમનો જ હતો. તેઓ વધુમાં કહે છે કે, એવો કોઈ વિચાર જ નહોતો આવ્યો કે અમે ખુદ બ્લડ ડોનેટ કે આઇ ડોનેટ કરીશું. એ એટલું બધુ સકસેસ થયું કે અમુક લોકોને મેડિકલ કન્ડિશન, હિમોગ્લોબિન, ઓવર એજ કે અન્ય કારણથી ના પાડવી પડી. કુલ 37 બોટલનું રક્તદાન થયું છે. જૂનાગઢમાં સામાન્ય બ્લડ ડોનેટ કેમ્પમાં નથી થતું એટલું બ્લડ એક પ્રાર્થના સભામાંથી એકઠું થયું હતું.

Live 247 Media

disabled