ગુજરાતના આ મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કહ્યુ- તું મારા ધણીને... - Chel Chabilo Gujrati

ગુજરાતના આ મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કહ્યુ- તું મારા ધણીને…

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો સામે આવતા રહે છે. જેમાંના ઘણા ફની તો ઘણા આશ્ચર્યજનક હોય છે. ઘણીવાર એવું બને છે કે વીડિયો વાયરલ થતા કેટલાક લોકોની પોલ ખુલ્લી પડી જતી હોય છે. હાલમાં આવું જ કંઇક કોંગ્રેસ નેતા સાથે થયુ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકી તેમના વીડિયોને લઇને વિવાદમાં આવ્યા છે. ભરતસિંહનો વિવાદ પોતાની પત્ની રેશમા પટેલ સાથેનો જ છે. રેશમાએ  પોતાના પતિને એવો ખેલ પાડ્યો કે ભરતસિંહ તેને જીવનભર નહિ ભૂલી શકે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં કોંગ્રેસ નેતા કોઇ અજાણી મહિલા સાથે છે અને આ દરમિયાન તેમની પત્ની રેશમા ત્યાં પહોંચી ગઇ.

જે બાદ તેણે પોતાના પતિને અન્ય યુવતિ સાથે જ જોતા હોબાળો મચાવ્યો હતો.જેમાં યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો ભરતસિંહના પત્નીએ આરોપ લગાવ્યો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ભરતસિંહ સોલંકીની પત્ની ધીમેથી દરવાજો ખોલે છે અને ઘરમાં આવે છે ત્યારે ભરતસિંહ દોડતા આવે છે અને ‘પોલીસને બોલાવો..પોલીસને બોલાવો’ કહીને બૂમો પાડે છે જે બાદ પત્ની રેશ્માને આવતા અટકાવે છે. રેશ્મા સાથે તેમની સાથે રહેલા લોકો પણ ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર જે યુવતિ ભરત સિંહ સાથે હતી તે યુવતીના વાળ પકડીને મારવાનું શરૂ કરે છે.

જો કે, ભરતસિંહ વચ્ચે પડે છે અને અજાણી યુવતીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેમને દૂર કરી દે છે. ત્યારબાદ વીડિયોમાં ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળે છે. જેમાં કોંગ્રેસ નેતાની પત્ની રેશ્મા યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં રેશમા એમ કહેતા પણ સંભળાઇ રહ્યા છે કે તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું. ભરતસિંહ રેશમાના અચાનક ઘરમાં ઘૂસી જતા ગભરાઇ જાય છે અને ગાર્ડ્સને બૂમો પાડી પોલિસને બોલાવવા માટે કહે છે. પરંતુ રોશમા યુવતીના વાળ ખેંચી આનો વિડીયો ઉતારો,તારું મોઢું બતાય’ એમ કહેતા રહે છે.

જો કે, યવતિ તેનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે કે તેનું મોઢુ કેમેરામાં ના દેખાય. રેશમા સાથે કોઇ વ્યક્તિનો પણ અવાજ આવી રહ્યો છે જે કહે છે કે આ બધા ધંધા સારા નથી. જોકે, બીજી પણ એક ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં રેશ્મા યુવતીને જણાવે છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ આ દરમિયાન ભરતસિંહ સાથે રહેલી યુવતિ રેશમાને આન્ટી કહીને બોલાવે છે.

ત્યારે રેશ્મા કહે છે, ‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’ તમને જણાવી દઇએ કે, આ વીડિયો સાચો છે કે નહિ તેની પુષ્ટિ અમે કરી રહ્યા નથી. વીડિયોમાં રેશમા એમ કહેતા પણ સંભળાઇ રહ્યા છે જ્યારે ભરતસિંહને કોરોના થયો ત્યારે તેમણે તેમની ઘણી સેવા કરી હતી અને જયારે તેઓ સાજા થયા ત્યારથી તેઓ છૂટાછેડા માટે દબાણ કરતા હતા.

Live 247 Media

disabled