"હું જન્મી જરૂર ગરીબીમાં, પણ ગરીબીમાં મરવા નથી માંગતી !" નોકરી કરીશ તો આપઘાત કરી લઈશ એવી પિતાએ આપી ધમકી, ઝુંપડપટ્ટીમાંથી અમેરિકા પહોંચી દીકરી - Chel Chabilo Gujrati

“હું જન્મી જરૂર ગરીબીમાં, પણ ગરીબીમાં મરવા નથી માંગતી !” નોકરી કરીશ તો આપઘાત કરી લઈશ એવી પિતાએ આપી ધમકી, ઝુંપડપટ્ટીમાંથી અમેરિકા પહોંચી દીકરી

ઝૂંપડીમાં રહેતી દીકરીને બાપે ભણવાની ચોખ્ખી ના પાડી……દીકરી અમેરિકા સુધી પહોંચી અને જયારે દીકરીએ એજ બાપને 32 લાખનું ઘર ભેટમાં આપ્યું તો પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

સફળતા અમીરી ગરીબીની મોહતાજ નથી હોતી, જો મહેનત કરવાની તાકત હોય તો તમે તમારી પરિસ્થિતિને પણ બદલી શકો છો. તમે ઘણી એવી પ્રેરણાદાયક કહાનીઓ સાંભળી હશે જેમેણે શૂન્યમાંથી સર્જન કર્યું હશે અને કઠોર પરિશ્રમ કરીને સફળતા મેળવી હશે. ત્યારે હાલ એવી જ એક દીકરીની સફળતાની કહાની વાયરલ થઇ રહી છે, જેને ઝુપડપટ્ટીથી લઈને છેક અમેરિકા સુધીની સફર ખેડી અને આજે પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું છે.

આ કહાની છે રુચિ જયસ્વાલ નામની એક યુવતીની. જેની ઉંમર 26 વર્ષ છે. તે ચંદીગઢ પાસેના જીરકપુરમાં રહે છે. તેનું બાળપણ ચાર બહેનો અને એક ભાઈ સાથે બાપુધામમાં વીત્યું, જે એક ઝુપડપટ્ટી છે, અને ત્યાં ગરીબ લોકો રહે છે. રુચિના પપ્પા નાના મોટા કામ કરે છે, જે ક્યારેક ચાલતું તો ક્યારેક ના ચાલતું. અને તમા પણ લોકોના મ્હેણા. આ દરમિયાન રુચિ આ ઝુપડપટ્ટીમાંથી બહાર નીકળવા માંગતી હતી.

વર્ષ 2008માં રુચિ સ્લમ વિસ્તારની બાજુમાં જ આવેલી  સ્કૂલમાં ભણતી હતી. સાથે જ તે હેન્ડબોલ પણ રમતી હતી. જેના કારણે તેનું નેશનલ હૅબોલ ટીમમાં સિલેક્શન થયું.જેના માટે તેને છત્તીસગઢ જવાનું હતું પરંતુ તેના પપ્પાએ જવાની ચોખ્ખી જ ના પાડી દીધી. તેના પપ્પા પર પણ સંબધીઓનું પ્રેશર હતું અને ઘરની છોકરી બહાર જાય તો ઈજ્જત ચાલી જાય તેમ માનતા.

પરંતુ તેના પપ્પા સાથે બગાવત કરીને પણ તે નીકળી પડી. પપ્પાએ એક પણ પૈસો ના આપ્યો છતાં પણ તે નીકળી. જેના બાદ આ બગાવતનો સિલસિલો ચાલુ જ રહ્યો. જયારે પણ બહાર જવાનું આવતું ઘરમાં ઝગડા થતા પરંતુ તે તેના ઈરાદાથી મક્કમ રહેતી. તેને પાંચ વાર મેડલ પણ જીત્યા. 10માં બાદ પપ્પા આગળ નહોતા ભણાવવા માંગતા પરંતુ જીદ કરીને તેમને 12 સુધી ભણાવવા માટે રાજી કર્યા.

પરંતુ પછી કોલેજ માટે તેના પપ્પા રાજી ના થયા તેને નોકરી માટે કહ્યું તો ઘરમાં મોટો ઝઘડો થયો અને તેને કોલેજ મોકલવા રાજી થયા.  બીજા વર્ષમાં હતી ત્યારે પપ્પાનું કામ બંધ થઇ ગયું, જમવાના પણ ફાંફા પડતા, મમ્મીની વીંટી પણ વેહકાઈ ગઈ, ત્યારે તેને અને તેની બહેને પાર્ટટાઈમ નોકરી કરી 40 હજાર પપ્પાના હાથમાં આપતા તેમની આંખો ખુલી ગઈ.

જેના બાદ તે ભણવા લાગી અને અંગ્રેજી પણ શીખવા લાગી. તેને અમેરિકાની એક વેકેન્સી વિષે ખબર પડતા ઇન્ટરવ્યૂ આપ્યું અને પાસ થઇ ગઈ. જેના બાદ તે અમેરિકા ચાલી ગઈ. અમેરિકા પહોંચીને તેને તેના પરિવાર માટે 32 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો અને ચાવી તેના પપ્પાને ભેટમાં આપી. તે એક વર્ષ અમેરિકામાં રહી અને પછી હેલ્થના કારણે પછી ઇન્ડિયા આવી, જેના બાદ તે પરત પણ ગઈ અને હવે દિલ્હીમાં એક સારી નોકરી કરે છે.

Uma Thakor

disabled