દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની બાજુમાં 35 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, નજારો જોઈને હોશ ઉડી જશે - Chel Chabilo Gujrati

દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની બાજુમાં 35 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, નજારો જોઈને હોશ ઉડી જશે

ભારત સમેત દુનિયાભરની અંદર દુર્ઘટનાઓની ઘણી ખબરો સામે આવતી હોય છે,  ઘણીવાર આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, હાલ એવી જ એક ખબર વૈભવી નગરી દુબઇમાંથી સામે આવી રહી છે, જેમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પાસેની જ એક 35 માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ જેને કેટલાય કલાકોની મથામણ બાદ બુઝાવવામાં આવી.

મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લોકોએ બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. જોકે, પોલીસ અને બિલ્ડિંગના અધિકારીઓ દ્વારા આગની પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલા 2015માં પણ બુર્જ ખલીફા પાસેના ‘એડ્રેસ ડાઉનટાઉન’માં આગ લાગી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહ્યો છે. આ ક્લિપ ટ્વિટર પર @MirrorNow દ્વારા શેર કરવામાં આવી હતી- દુબઈ સ્કાયસ્ક્રેપર ફાયર: બુર્જ ખલીફા નજીક ગગનચુંબી ઈમારતમાં ભારે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ બિલ્ડિંગના નીચેના એપાર્ટમેન્ટમાં શરૂ થઈ હતી અને ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.

જ્યાં એક તરફ ઈમારતમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો કેટલાક યુઝર્સે આગ પર કાબૂ મેળવ્યા બાદ તસવીરો પણ શેર કરી છે. જોઈ શકાય છે કે ઈમારતનો એક ભાગ ખરાબ રીતે બળી ગયો છે, જેના કારણે તે કાળો થઈ ગયો છે. જો કે, યુઝર્સ લખી રહ્યા છે કે આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની હાલમાં કોઈ માહિતી નથી.

Uma Thakor

disabled