બહેનની ભાઇને આનાથી મોટી ગિફ્ટ શું હોઇ શકે ! ખેડામાં ભાઈ માટે બહેને આપ્યો સંતાનને જન્મ, કારણ જાણીને આંખો ભીની થઈ જશે - Chel Chabilo Gujrati

બહેનની ભાઇને આનાથી મોટી ગિફ્ટ શું હોઇ શકે ! ખેડામાં ભાઈ માટે બહેને આપ્યો સંતાનને જન્મ, કારણ જાણીને આંખો ભીની થઈ જશે

ખેડામાં લાડલી બહેન સલોનીએ ભાઈ માટે બીજા સંતાનને જન્મ આપ્યો, કારણ જાણીને આંખો ભીની થઈ જશે

ઘણીવાર કોઇ સ્ત્રી જો કુદરતી રીતે માતા ન બની શકતી હોય તો તે ટ્રીટમેન્ટ કરાવી તેના બાળકને જન્મ આપતી હોય છે. જો એવું પણ કોઇ વખત શક્ય ન હોય તો તે સરોગસીથી બાળકને જન્મ આપે છે.પરંતુ ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે, જેમાં કોઇ ભાભી નણંદને બાળક ન થતા તે તેના માટે બીજા સંતાનને જન્મ આપે છે, તો ઘણીવાર આ ઉલ્ટુ પણ થતુ હોય છે. ઘણીવાર બહેન તેની નાની કે મોટી બહેન અથવા ભાઇ માટે સંતાનને જન્મ આપતી હોય છે. એક બહેન તો હોવી જોઇએ, પછી એ નાની હોય કે મોટી. બહેન તેનો ભાઈ ખુશ રહે એવું વિચારતી હોય છે.

નીર્વી સાથે સાગર ભટ્ટ અને રૂતવી ભટ્ટ

ત્યારે હાલમાં એક ભાઇ બહેનની એવી કહાની સામે આવી છે, જે ખરેખર તમારી આંખમાં ખુશીના આંસુ લાવી દેશે. સલોની જાનીએ આ રક્ષાબંધ પહેલાં તેના ભાઈ સાગરને પોતાનો કાળજાનો કટકો ભેટમાં આપ્યો છે અને સમાજમાં એક બહુમૂલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાગર ભટ્ટ જે મૂળ કપડવંજના છે તેમણે રુત્વી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ઘણાં વર્ષો બાદ પણ તેમને કોઇ સંતાન ન હતુ. જેની ચિંતા બહેન સલોનીને સતત સતાવતી હતી. ત્યારે સલોનીએ નિર્ણય કર્યો કે તે તેનું બીજું બાળક તેના ભાઈ સાગરને આપશે અને ભાઇ-ભાભીના સૂના સંસારમાં ખુશી લાવશે.

સલોની અને નીર્વી

આ વાત તેણે સૌ પહેલાં તો તેના સાસુ-સસરા અને પતિને કરી. જોકે, તે લોકોએ તો તરત જ હા પાડી દીધી. ત્યારે સલોનીએ જન્મ આપેલી નીર્વી નામની બાળકી આજે સાઉથ આફ્રિકા તેના ભાઈ સાગરને ત્યાં મામા-મામી સાથે પાલક માતા-પિતાનો પ્રેમ દેવકી અને યશોદાની જેમ મેળવી રહી છે. આ રક્ષાબંધને એક બહેને નિઃસંતાન ભાઈ-ભાભીને એવી ભેટ આપી છે કે તેમના સંસારમાં ઘણી જ ખુશી છવાઇ ગઇ છે. દિવ્ય ભાસ્કરે બાળકીને જન્મ આપનાર સલોની, તેના ભાઈ સાગર અને ભાભી રુત્વી તેમજ સલોનીના સાસુ-સસરા અને માતા-પિતા સાથે ખાસ વાતચીત કરી હતી.

સલોનીના પતિ નીર્વી સાથે

સલોનીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યુ કે, મને એવું થતું કે મારે એક દીકરો છે, પણ મારા ભાઈને લગ્નના ઘણાં વર્ષ થયાં છતાં કોઈ બાળક નથી. તેમનો પરિવાર પૂર્ણ થાય એ માટે તેને એવું થયુ કે તે બીજા બાળકને જન્મ આપી ભાઈનો પરિવાર પૂર્ણ કરે. આ વાત સલોનીએ પહેલા તો સાસુ-સસરા અને પતિને જણાવી અને તેમણે આ વાત સાંભળી તરત જ હા પાડી દીધી. જે બાદ તેણે તેના મમ્મી-પપ્પાને પણ વાત કરી અને એ પણ આ સાંભળી એ તો ઘણા જ ખુશ થઈ ગયા. સલોનીએ વધુમાં કહ્યું કે, જ્યારે ભાભીને તેણે બાળકી સોંપી ત્યારે તે ખુશીના આંસુએ રડવા લાગ્યા અને એમની આટલી ખુશી જોઈને તેની આંખમાંથી પણ હરખના આંસુ સરી પડ્યા.

નીર્વી અને તેનો ભાઇ

તેમનો ભાઈ પણ જીવનમાં સંતાનના આવવાથી રાજી રાજી થઈ ગયો હતો. સલોનીના ભાઈ-ભાભી આફ્રિકા છે અને ત્યાં દીકરીને પણ તેઓ રાજકુમારી કરતાં વિશેષ રાખે છે. આ જોઈને એવું લાગે કે, તે દીકરીનો સેકન્ડ મધર છે. સલોની કહે છે કે, મારી બાળકી આપી ત્યારે એક મા હોવાને લીધે ઘડીક મનમાં વિચાર આવ્યો હતો પણ, એનાથી વધારે આનંદ એ વાતનો હતો કે, તે મારા ભાઈના જ ઘરે રહેશે અને મારે તેને મળવું હશે ત્યારે ભવિષ્યમાં મળી પણ શકીશ. મને વિશ્વાસ છે કે, મારો ભાઈ મારી કરતાં વધુ સારી રીતે દીકરીને રાખે છે અને મોટી કરી રહ્યો છે. આ બાબતે સાગરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે,

સલોનીના માતા-પિતા

જ્યારે બહેને તેનું બીજુ બાળક આપવાની વાત કરી ત્યારે તે ખુબ જ ખુશ હતો. તેને તેની ખુશીનું પણ કોઇ ભાન નહોતુ રહ્યું. આ પછી પત્ની રુત્વીને પણ આ વાત જણાવી ત્યારે તે ખુબ જ ખુશ થઇ હતી. સાગરે એવું પણ કહ્યુ કે, આ માટે બહેનનું ઋણ જિંદગીભર ચૂકવી શકીશ નહીં. તે આગળ કહે છે કે, આજે અમે મારી બહેનની દીકરીના મામા-મામી નહીં પણ માતા-પિતાનો પ્રેમ આપીએ છીએ અને અમારી આ સગી દીકરી જ છે. રક્ષાબંધને મારી બહેને મને ભેટ આપી એક દાખલો બેસાડ્યો છે. સલોનીના ભાભી રુત્વીએ જણાવ્યું કે, જ્યારે પતિએ નિર્વી વિશે વાત કરી ત્યારે નણંદના નિર્ણયથી તે એટલી ખુશ થઈ કે, આંખો હરખથી છલકાઈ ઉઠી.

સલોનીના સાસુ-સસરા

તેણે કહ્યુ કે, નિર્વીના લીધે માત્ર ભાઈ-બહેનનો જ સંબંઘ નહીં પણ, નણંદ-ભાભીનો સંબંધ પણ સ્ટ્રોંગ બન્યો છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે સલોનીના સાસુ-સસરા અને માતા-પિતા સાથે પણ વાત કરી હતી. તેો પણ સલોનીના નિર્ણયથી ઘણા ખુશ હતી. સલોનીના પતિ મિતેષ જાનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પત્નીએ જણાવ્યું કે બીજું બાળક સાળા સાગરને આપવું છે તો આ વાત સાંભળી ખૂબ જ ગર્વ થયો કે પત્નીનું આ પગલું દરેક બહેન માટે ઉદાહરણરુપ છે. આ માટે તરત જ મેં હા પાડી અને ફુલ જેવી દીકરી હસતાં-હસતાં સલોનીના ભાઈ સાગરને આપી અને તેનો સંસાર પુરો કર્યો.

Live 247 Media

disabled