ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાંના ઘણા અંગત અદાવત તો ઘણી અવૈદ્ય સંબંધને લગતા હોય છે. ત્યારે હાલ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે,જેમાં એક મહિલાનો પતિ કોઇ બીજી મહિલા સાથે વાત કરી રહ્યો હતો અને વીડિયો કોલ પર ગંદી ગંદી હરકતો પણ કરી હતો.આ બધાથી પરેશાન થઇને મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી.
પથી તેને આત્મહત્યાનું રૂપ આપી દીધુ. અહીં સુધી કે તેણે લાશને પણ દફનાવી દીધી હતી. જો કે, બાદમાં પરિવારજનોને શક થયો તો તેમણે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી. પોલિસે 7 દિવસ બાદ કબરમાંથી લાશ કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી. તે બાદ પૂરા મામલાનો પર્દાફાશ થયો અને હવે પોલિસે આરોપી પત્નીની ધરપકડ કરી છે.
રાજસ્થાનના સીકરના ફકેહપુરા લગભગ દસેક દિવસ પહેલા મકસૂદ નામના વ્યક્તિની મોતનો મામલો સામે આવ્યો. પોલિસ તપાસમાં ખબર પડી કે મકસૂદની મોત આપઘાતથી નહોતી થઇ પણ પત્ની મદિનાએ તેની હત્યા કરી હતી. ફતેહપુર શહર કોતવાલ ઉદયસિંહ યાદવે જણાવ્યુ કે, 2 જુલાઇના રોજ ફતેહપુરમાં મકસૂદની મોત થઇ હતી. મકસૂદની લાશ તેના રૂમમાં મળી હતી.
પરિવારજનોએ તેને આત્મહત્યા માની લાશને દફનાવી દીધી હતી. તે બાદ મકસૂદની માતામે શક થયો તો તેણે પોલિસમાં ફરિયાદ નોંધાવી કે મકસૂદની હત્યા થઇ શકે છે. પોલીસે મકસૂદનો મૃતદેહ કબરમાંથી કાઢ્યો અને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ પછી તેની પત્ની મદીનાને કસ્ટડીમાં લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી તો તેણે પતિની હત્યા કર્યાની કબૂલાત કરી.

મદીનાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ મકસૂદ ફોન પર અન્ય મહિલા સાથે વાત કરતો હતો. આ બાબતે ઝઘડો થયો હતો. ક્યારેક તે વીડિયો કોલ પણ કરતો હતો. આ કારણે તે ગુસ્સામાં રહેતી હતી અને 2 જુલાઈના રોજ જ્યારે મકસૂદ તેના રૂમમાં સૂતો હતો ત્યારે તેણે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તેણે ચુન્નીને ઘરના ઉપરના ભાગે લટકાવી દીધી હતી અને તેને ફાંસી લગાવી આત્મહત્યા કરી તેવું રૂપ આપ્યુ. 7 દિવસ સુધી ઘરમાં કોઈને ખબર પણ ન પડી અને મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો.
પરંતુ બાદમાં શંકા જવા પર તે પકડાઈ ગઈ હતી. જણાવી દઇએ કે, મકસૂદના લગ્ન 6 વર્ષ પહેલા મદીના સાથે થયા હતા. મકસૂદ ગામમાં જ્વેલરી મેકિંગનું કામ કરતો હતો.લગ્નના 6 વર્ષ થઇ ગયા બાદ પણ તેને કોઇ સંતાન ન હતુ.
જેને કારણે મકસૂદ અને તેની પત્ની સતત પરેશાન રહેતા હતા. જો કે, મકસૂદના બીજી મહિલા સાથે અવૈદ્ય સંબંધો હતા અને ઘણીવાર તે તેની પત્ની મદીના સામે જ તે મહિલા સાથે ચેટ કરતો. મદીના સામે તેણે ઘણીવાર બીજી મહિલા સાથે ગંદી ચેટ પણ કરી હતી. આ વાતથી મદીના નારાજ રહેવા લાગી અને સંતાન ન થવાથી સંબંધો પણ ખરાબ હતા.
આખરે કંટાળી મદીનાએ મકસૂદને ઠેકાણે લગાવવાનું પ્લાનિંગ કર્યુ. 2 જુલાઈના રોજ મદીના તેના પતિ અને સાસુ સાથે ગોદિયા ગામમાં લગ્નમાં ગઈ હતી. લગભગ 2 વાગ્યાની આસપાસ પતિ ઘરે પાછો ફર્યો. ગોદિયામાં મદીના અને સાસુ પાછળ રહી ગયા. એક કલાક પછી 3 વાગે મદીના પણ ઘરે આવી.
મદીના ઘરે આવી ત્યારે મકસૂદ ખાટલા પર સૂતો હતો અને ઘરમાં બીજું કોઈ ન હતું. સૌ પ્રથમ, મદીનાએ અલમારીમાંથી ચુન્નીનો ફાંસો કાઢ્યો, જે ઘણા દિવસોથી છુપાયેલો હતો. મદીનાએ સૂતેલા મકસૂદનું ચાર્જરની દોરી વડે ગળું દબાવી દીધું હતું. જ્યારે મકસૂદનું મોત થઇ ગયુ, ત્યારે મદીનાએ તેને ફાંસીથી સજ્જડ રીતે લટકાવી દીધો. જેથી તેને આત્મહત્યાનું સ્વરૂપ આપી શકાય. આપઘાતની માહિતી પરિવારજનોને મળતાં પરિવારજનો ઘરે પહોંચી ગયા હતા.
તેને આત્મહત્યા ગણીને મકસૂદના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો. પરંતુ થોડા દિવસો પછી મદીનાની સાસુને તેના પર શંકા ગઈ. સાસુને લાગ્યું કે મદીનાએ જ તેના પુત્રની હત્યા કરી છે. જ્યારે સાસુએ મદીનાને આ વિશે પૂછ્યું તો મદીના ગભરાઈ ગઈ. જ્યારે તેની ફરીથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે આ બાબતને વધુ સમય સુધી છુપાવી શકી નહીં. આ રીતે હત્યાનો પર્દાફાશ થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આરોપી મદીનાની ધરપકડ કરી હતી.