શુક્રનું થવા જઈ રહ્યું છે કુંભ રાશિમાં પરિવર્તન, આ રાશિના લોકો જીવશે રાજા જેવું જીવન, જાણો બાકીની રાશિઓનો હાલ - Chel Chabilo Gujrati

શુક્રનું થવા જઈ રહ્યું છે કુંભ રાશિમાં પરિવર્તન, આ રાશિના લોકો જીવશે રાજા જેવું જીવન, જાણો બાકીની રાશિઓનો હાલ

શુક્ર ગ્રહ આવનારા દિવસોમાં પોતાની મકર રાશિની યાત્રા સંપન્ન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના પછી તે મીન રાશિમાં પ્રવેશ કરશે.  હાલમાં રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે વરદાન છે. આ રાશિના જાતકો માટે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૃષભ તથા તુલા રાશિનો સ્વામી શુક્ર કન્યા રાશિમાં નીચેના સ્તરનો તથા મીન રાશિમાં ઉચ્ચ સ્તરનો માનવામા આવે છે.  આવો તો તમને જણાવીએ કે આ રાશિ પરિવર્તન 12 રાશિઓ પર કેવી અસર દેખાડશે.

મેષઃ
રાશિના લાભ ભાવમા શુક્રનું ગોચર લક્ષ્મીયોગનું નિર્માણ કરશે. અંતે, તમને લાભ થશે.પરિવાર તથા સમાજમાં મોટા પદથી સન્માનિત થશો. નવા કાર્ય-વેપારનો આરંભ થવાના યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિનો પણ યોગ છે.

વૃષભઃ
રાશિના દસમા ભાવમા શુક્રનું ગોચર શાસન સત્તાનું પૂર્ણ સુખ આપશે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર સંબંધિત કોઈ પણ વિભાગમાં અટકેલું કામ પૂરું થશે. રાજકીય સંબંધો ગાઢ બનશે. નોકરીમાં પ્રમોશન થવાનો યોગ બની રહ્યો છે.

મિથુનઃ
રાશિના ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર ભાગ્ય વૃદ્ધિની સાથે સાથે શિક્ષણમાં પણ સારી સફળતા અપાવશે. જો તમારે નોકરી માટે અરજી કરવાની હોય તો આ સમય તમારા માટે એકદમ બેસ્ટ છે.વિદેશ યાત્રા તથા દેશમાં યાત્રાના યોગ બને છે.

કર્કઃ
રાશિના આઠમા ભાવમાં શુક્રનું ગોચર મિશ્રિત પરિણામ આપશે. નોકરીમાં ષડયંત્રકારીઓથી બચો. કામ પતાવીને સીધા ઘરે જાવ તે તમારા માટે સારું છે. તમારા પ્રભાવમાં વૃદ્ધિ તથા વર્ચસ્વ થશે. જો કે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે. ધનભાવ પર શુક્રની દૃષ્ટિ હોવાથી મોંઘી વસ્તુઓની ખરીદી કરશો.

સિંહઃ
રાશિના સાતમા ભાવમાં શુક્રનું ગોચર દાંપત્ય જીવનમાં મધુરતા લાવશે. લગ્ન માટેના સારા યોગ બની રહ્યા છે.  પ્રેમલગ્ન ઇચ્છતા લોકોને પણ સફળતા મળશે. નવા કામ-વેપારની શરૂઆત થશે. પરિવારમા નવા મહેમાન આવવાથી ખુશીનું વાતાવરણ સર્જાશે.

કન્યાઃ
રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રનો ગોચર ગુપ્ત શત્રુઓમાં વધારો કરાવશે. તમે જ્યાં નોકરી કરતા હોવ અથવા બિઝનેસ કરતાં હોવ તે જગ્યાએ ખાસ સાવધાની રાખવાની જરૂર રહેશે. કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહો. વધારાના બિનજરૂરી ખર્ચા કરવાથી બચો.

તુલાઃ
રાશિના પાંચમા ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે વરદાન સાબિત થશે.  કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. સંતાન સંબંધીત ચિંતાઓ દૂર થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ અને નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિકઃ
રાશિના ચતુર્થ ભાવમાં શુક્રનું ગોચર મકાન-વાહન સંબંધીત ચિંતામાંથી મુક્તિ અપાવશે. માતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. જો તમે યાત્રા કરો છો તો સામાન ચોરી ન થાય તેનું ધ્યાન રાખો. જમીન, સંપત્તિ અથવા કોર્ટ કેસનો ઉકેલ આવશે. નોકરીમાં સીનિયર્સનો સાથ-સહકાર મળશે.

ધનઃ
રાશિના પરાક્રમ ભાવમાં શુક્રનું ગોચર લાભદાયી રહેશે. તમે સાહસ તથા પરાક્રમના દમ પર મુશ્કેલ પરિસ્થિતિ પર પણ અંકુશ મેળવશો. યાત્રા થશે. ધર્મ-કર્મના મામલે સારા યોગ બને છે. જે લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે તે જ લોકો તમારી મદદ કરશે.

મકરઃ
રાશિના ધન ભાવમાં શુક્રનું ગોચર આકસ્મિક ધનલાભ કરાવશે. અટકેલું ધન પાછું મળશે. જો તમે મહિલા છો તો મોંઘી વસ્તુઓની ખરીદી કરશો. પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો રહેશે. સ્પર્ધામાં સફળતા તથા સંતાન પ્રાપ્તિના યોગ છે પરિવારિક તથા સામાજિક જવાબદારી વધશે.

કુંભઃ
તમારી રાશિમાં શુક્રનું ગોચર રાજયોગનું નિર્માણ કરે છે. આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી. તમારી યોજનાઓને અંતિમ સ્વરૂપ આપશો તો સફળતા મળશે. સરકારી નોકરી મળશે. વિદેશ યાત્રાનો યોગ છે.

મીનઃ
રાશિના બારમા ભાવમાં શુક્રનું ગોચર દોડધામ કરાવશે. આ ઉપરાંત વિલાસિતા સંબંધીત વસ્તુઓની ખરીદી થશે. શત્રુભાવ પર મારક દૃષ્ટિ હોવાથી માનસિક અશાંતિ થોડી વધશે. ગુપ્ત શત્રુઓ વધશે પરંતુ તે સ્વંય નષ્ટ થશે. શાસનસત્તાનો પૂરો આનંદ ઉઠાવી શકશો.

Uma Thakor

disabled