જ્યારે શ્રદ્ધાનું માંગુ લઇને આફતાબના ઘરે ગયા હતા પિતા ત્યારે આફતાબના ભાઇએ કર્યુ હતુ એવું કે....પિતાનો નવો ખુલાસો - Chel Chabilo Gujrati

જ્યારે શ્રદ્ધાનું માંગુ લઇને આફતાબના ઘરે ગયા હતા પિતા ત્યારે આફતાબના ભાઇએ કર્યુ હતુ એવું કે….પિતાનો નવો ખુલાસો

દિલ્લીના મહરૌલીમાં પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી તેની લાશના 35 ટુકડા કરનાર આરોપી આફતાબને લઇને રોજ નવા નવા ખુલાસા થતા રહે છે. ત્યારે હવે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે આરોપીને લઇને મોટો ખુલાસો કર્યો છે. આફતાબે એબીબી ન્યુઝની સહયોગી ચેનલ એબીપી માજા સાથે ખાસ વાત કરતા કહ્યુ કે, તેઓ શ્રદ્ધાના લગ્નનું માંગુ લઇને આફતાબના ઘરે ગયા હતા, પરંતુ આફતાબે લગ્નની ના કહી દીધી હતી. આટલું જ નહિ, આફતાબના ઘરવાળા પણ લગ્નને લઇને રાજી નહોતા.

એબીપી ન્યૂઝ સાથે વાત કરતા, શ્રદ્ધાના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો કે આફતાબ અને તેના પરિવારના સભ્યો પણ તેમની પુત્રી શ્રદ્ધાની હત્યામાં સામેલ હતા. જણાવી દઈએ કે શ્રદ્ધાની હત્યાના સમાચાર સામે આવ્યા બાદથી આફતાબનો પરિવાર પણ ગાયબ છે. પોલીસ તેની શોધમાં છે અને તેની સામે પુરાવા એકત્ર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે.એબીપી માઝા સાથે ફોન પર વાત કરતા શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે જણાવ્યું કે તે અને તેની પત્ની હર્ષિલા વાલકર ઓગસ્ટ 2019માં આફતાબ પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા.

પરિવારે તેમનું અપમાન કર્યું અને પ્રસ્તાવને ફગાવી દીધો. આફતાબના પરિવારજનોએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ ફરી ક્યારેય તેમના ઘરે ન આવે. તેમણે કહ્યું કે આ દરમિયાન શ્રદ્ધાની માતા તેની સાથે હતી. શ્રદ્ધાની માતાના અવસાન પછી તેણે ક્યારેય આફતાબના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો ન હતો. આફતાબનો પરિવાર લગ્ન માટે સહમત ન હતો અને આફતાબના ભાઈએ તેમનું અપમાન કર્યું હતું. શ્રદ્ધાના પિતાએ કહ્યું, ‘જો તે સમયે તે મારા પ્રસ્તાવ માટે રાજી હોત તો આ દિવસ ન આવ્યો હોત.’

વિકાસ વાલકરે કહ્યું કે, શ્રદ્ધાએ તેની વાત ન માની અને આફતાબ સાથે રહેવા ચાલી ગઈ. પરંતુ શ્રદ્ધાએ તેની માતાને કહ્યું હતું કે આફતાબ તેને ટોર્ચર કરતો હતો. તેની માતાના મૃત્યુ બાદ તેણે મને પણ આ વાત કહી હતી. મેં તેને પાછા આવવા કહ્યું. પરંતુ તે પછી તે આફતાબ પાસે ચાલી ગઇ. આ પછી મહિનાઓ સુધી પિતા-પુત્રી વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો અને તેના પિતાને પણ ખબર ન હતી કે શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ છે. આફતાબના પરિવારની ભૂમિકા પણ રડાર હેઠળ છે કારણ કે હાલમાં પરિવારના સભ્યોની ખબર નથી. પડોશીઓએ જણાવ્યું કે થોડા અઠવાડિયા પહેલા પરિવાર વસઈથી મુંબઈના બહારના વિસ્તારમાં શિફ્ટ થયો હતો.

Live 247 Media

disabled