શ્રદ્ધાએ તેના મિત્રોને વૉટ્સએપ પર કર્યો હતો મેસેજ, "મને લઇ જાઓ, નહિ તો આફતાબ મને મારી નાખશે !" 35 ટુકડાઓ થયા બાદ મિત્રએ જ કર્યો ખુલાસો - Chel Chabilo Gujrati

શ્રદ્ધાએ તેના મિત્રોને વૉટ્સએપ પર કર્યો હતો મેસેજ, “મને લઇ જાઓ, નહિ તો આફતાબ મને મારી નાખશે !” 35 ટુકડાઓ થયા બાદ મિત્રએ જ કર્યો ખુલાસો

બચાવી લો, બચાવી લો…35 ટુકડામાં કપાઈ જતા પહેલા શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો થયો

શ્રદ્ધાની મોતની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઇ રહી છે, લિવ ઇનમાં રહેતા તેના પ્રેમી આફતાબે તેનું પહેલા ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી લાશના 35 ટુકડા પણ કરીને એક એક ટુકડાને તેને ઠેકાણે લગાવી દીધા, ત્યારે આ ઘટનાના મહિનાઓ બાદ આ રહસ્ય સામે આવ્યું અને આરોપી હત્યારા આફતાબની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારે હવે આ મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

શ્રદ્ધાના કોલેજ ફ્રેન્ડ રજત શુક્લાએ આફતાબ અને શ્રદ્ધા વિશે એક નવી વાત કહી છે. રજત શુક્લાએ જણાવ્યું કે, શ્રદ્ધા અને આફતાબ 2018થી રિલેશનશિપમાં હતા. શરૂઆતમાં બંને ખુશીથી રહેવા લાગ્યા, પછી શ્રદ્ધા કહેવા લાગી કે આફતાબ તેને મારતો હતો. શ્રદ્ધા તેને છોડી દેવા માંગતી હતી, પરંતુ તે છોડી શકી નહીં. આ ઉપરાંત શ્રદ્ધાના બાળપણના મિત્ર લક્ષ્મણ નાદરે પણ ખુલાસો કર્યો હતો કે શ્રદ્ધાએ તેને વોટ્સએપ મેસેજ મોકલીને મદદ માટે વિનંતી કરી હતી.

લક્ષ્મણે કહ્યું હતું કે જો તે રાત્રે તે આફતાબ સાથે રહેશે તો તે તેને મારી નાખશે. તેણે કહ્યું કે તે જુલાઈથી શ્રદ્ધાને લઈને ચિંતિત હતો કારણ કે તેની તરફથી કોઈ જવાબ મળતો ન હતો અને તેનો ફોન પણ બંધ હતો. લક્ષ્મણના જણાવ્યા અનુસાર, તેના અન્ય મિત્રોની પૂછપરછ કર્યા બાદ તેણે શ્રદ્ધાના ભાઈને જાણ કરી હતી અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

સોમવારે શ્રદ્ધાના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું કે આજે અચાનક જ્યારે તેણે મોબાઈલ પર તેની હત્યાના સમાચાર જોયા તો આત્મા અંદરથી હચમચી ગયો. હું માની શકતો નથી કે મારા મિત્રની હત્યા કરવામાં આવી છે. તેણે 2019માં અમને જણાવ્યું હતું કે તે 2018થી આફતાબ સાથે રિલેશનશિપમાં હતી. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ પછી શ્રદ્ધાએ કહેવાનું શરૂ કર્યું કે આફતાબ ઘણીવાર તેને મારતો હતો. તેણી તેને છોડી દેવા માંગતી હતી પરંતુ તેને દબાણ કરવામાં આવ્યું હતું.

રજતે કહ્યું કે શ્રદ્ધા માટે આ સંબંધમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તેનું જીવન નરક જેવું બની ગયું હતું. દિલ્હી શિફ્ટ કરવાનો નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો હતો. રજતે જણાવ્યું કે આ વર્ષે 8 મેના રોજ બંને દિલ્હી આવ્યા હતા. શ્રધ્ધાના દિલ્હી આવ્યા બાદ તેનો સંપર્ક લગભગ તૂટી ગયો હતો.

Uma Thakor

disabled