શાહરુખ ફેન્સ ખુશ થઇ ગયા, દીકરાને મળવા 19 દિવસ પછી શાહરુખ જેલ પહોંચ્યો..બાપ દીકરા વચ્ચે 15 મિનિટ - Chel Chabilo Gujrati

શાહરુખ ફેન્સ ખુશ થઇ ગયા, દીકરાને મળવા 19 દિવસ પછી શાહરુખ જેલ પહોંચ્યો..બાપ દીકરા વચ્ચે 15 મિનિટ

ક્રૂડ પર પાર્ટીમાં ઝડપાયેલો શાહરૂખનો આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે અને આજે સવાર સવારમાં શાહરુખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી પપ્પા શાહરુખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે. ક્રૂઝ ડગ પાર્ટી કેસમાં આરોપી બનેલો આર્યન ખાનની જામીન અરજી બુધવારે ફરી ફગાવી દેવામાં હતી. આર્યનના લોયર અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જસ્ટિલ નીતિન સાંબરે કોર્ટ રૂમમાં જામીન માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી હાઈકોર્ટની બેન્ચ ઊટી ગઈ હતી. હવે હાઈકોર્ટમાં આજે આ વિશે સુનાવણી કરાશે.

કોરોના પ્રતિબંધોમાં ઢીલ મળવાના કારણે આજે 21ઓક્ટોબર થી હવે કેદી/અંદર ટ્રાયલ કેદીઓને તેમના સંબંધીઓને મળવાની અનુમતિ આપવામાં આવી છે. આ બદલાવ બાદ આજેથી જ મોટા પ્રમાણમાં સંબંધીઓ અને વકીલો કેદીઓને મળી શકશે. તો એવામાં છેલ્લા કેટલાય દિવસથી પિતાના દીકરાને ના મળી શકનાર શાહરુખ ખાન પણ દીકરા આર્યન ખાનને મળવા માટે આજે સવાર સવારમાં જ જેલમાં પહોંચી ગયો હતો.

આ સંબંધમાં CORONA નિયમોમાં બદલાવને લઈને આર્થર રોડ જેલની બહાર એક નોટિસ પણ લાગી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આજથી જેલમાં પૂર્વ અનુમિતિ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કેદીને મળી શકાશે.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ જામીન અરજી ઉપર સુનાવણી છે, પરંતુ મીડિયા દ્વારા ખબર મળી રહી છે કે સુનાવણીમાં આર્યન ખાન અને અન્ય આરોપીઓને કોર્ટમાં નહીં લઇ જવામાં આવે. વીડિયો કોન્ફ્રન્સ કે પછી મોકલવામાં આવેલા વોરંટના માધ્યમથી સામેલ થવાની સંભાવના છે.

એવામાં હવે આશા રાખવામાં આવી રહી છે કે બોમ્બે હાઇકોર્ટમાં થવા વાળી સુનાવણીમાં આર્યનના વકીલો સાથે શાહરુખના મેનેજર પણ હાજર રહેશે. એવું પણ જણાવા મળી રહ્યું છે કે જેલમાં બંધ હોવાના કારણે આર્યન ખાન ચિંતિત છે અને તેને ખાવાનું પણ છોડી દીધું છે. એવામાં શાહરુખ ખાન તેના દીકરાને મળવા માટે પહોંચ્યો છે.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન અને અન્ય આરોપીઓની મુંબઈથી ગોવા જતી ક્રુઝ પર જઈ રહેલી ડગ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આર્યન તથા અન્ય આરોપીઓને કોર્ટ દ્વારા 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. તે અન્ય આરોપીઓ સાથે આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરુખ અને ગૌરી દીકરાની ચિંતામાં ઊંઘી શકતા નથી, તેઓ સારી રીતે ખાતા -પીતા નથી અને તેમના પુત્રની ચિંતા કરે છે.

ગૌરી ખાને તાજેતરમાં જ આર્યન સાથે એક વીડિયો કોલ પર વાત કરી હતી, જે દરમિયાન એકબીજાને જોયા પછી બંનેના આંસુ અટકતા નહોતા. નવરાત્રીના સમયથી પણ ગૌરીએ પોતાની જાતને મીઠાઈઓથી દૂર રાખી છે. હવે રીપોર્ટ્સ એવા છે કે ખાન પરિવાર આર્યનની જમાનત પહેલા પરિવાર તહેવારથી દૂર રહેશે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ગૌરીએ ‘મન્નત’માં તેના સ્ટાફને કહ્યું છે કે જ્યાં સુધી આર્યન ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી ઘરમાં મીઠાઈ બનાવવામાં આવશે નહીં. શાહરૂખ ખાનની પત્નીને ખબર પડી હતી કે સ્ટાફ બપોરના સમયે રસોડામાં ખીર બનાવી રહ્યો છે અને પછી તેણે તરત જ તેમને રોકી અને આર્યન છૂટે નહિ ત્યાં સુધી કોઈ મીઠાઈ ન બનાવવાની સૂચના આપી.

ગૌરી તેના પુત્રની ધરપકડથી ખૂબ જ નારાજ છે અને સતત તેના માટે પ્રાર્થના કરી રહી છે. બીજી બાજુ, શાહરૂખે ઇન્ડસ્ટ્રીના તેના મિત્રોને આ મુશ્કેલ સમયમાં મન્નતમાં આવવાનું ટાળવા વિનંતી કરી છે. તે ફોન કોલ્સ દ્વારા તેના સહ-કલાકારો અને મિત્રો સાથે સંપર્કમાં છે. તેણે ફિલ્મનું શુટિંગ પણ કેન્સલ કર્યુ છે. આ પહેલા એવી ખબર આવી હતી કે ગૌરીએ આર્યન માટે વ્રત કર્યું છે અને તે સતત પ્રાર્થના કરી રહી છે. 7 ઓક્ટોબરે નવરાત્રિ શરૂ થઈ ત્યારથી તેણે મીઠાઇ છોડી દીધી.

admins

disabled