પાકિસ્તાનની આ સુંદર અને ખ્યાતનામ અભિનેત્રીને ટ્વીટ વાયરલ, ઝિમ્બામ્બે સામે જો ભારત હારશે તો ઝિમ્બામ્બેના કોઈ વ્યક્તિ સાથે કરશે લગ્ન, જુઓ બીજું શું કહ્યું ? - Chel Chabilo Gujrati

પાકિસ્તાનની આ સુંદર અને ખ્યાતનામ અભિનેત્રીને ટ્વીટ વાયરલ, ઝિમ્બામ્બે સામે જો ભારત હારશે તો ઝિમ્બામ્બેના કોઈ વ્યક્તિ સાથે કરશે લગ્ન, જુઓ બીજું શું કહ્યું ?

ઝિમ્બાબ્વેએ ભારત સામેની મેચમાં કર્યો ચમત્કાર તો ત્યાંના જ છોકરા સાથે લગ્ન કરશે પાકિસ્તાનની આ સુંદર અભિનેત્રી, જુઓ શું કહ્યું ?

હાલ ઓસ્ટ્રેલિયાન અંદર ક્રિકેટનો મહાજંગ ચાલી રહ્યો છે.  દરેક ટીમો આ રેસમાં પોતાનો પરચમ લહેરાવવા માંગે છે.  ત્યારે ભારતની ટીમ પણ વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે આ સિરીઝમાં પોતાની 4માંથી 3 મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલની રેસ માટે દાવેદારી નોંધાવી દીધી છે, ત્યારે પાકિસ્તાન હજુ પણ આ રેસમાં પાછળ છે. પરંતુ પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા હજુ જીવંત છે.

જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે હારી જાય અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતી જાય, આ ઉપરાંત ભારત જો ઝિમ્બાબ્વે સામે પણ હારી જાય તો પણ તેના ચાન્સ રહેલા છે, ત્યારે આ દરમિયાન પાકિસ્તાનની અભિનેત્રી સેહર શિનવારીની ટ્વિટ ખુબ જ વાયરલ થઇ રહી છે.  જેમાં તે જો ભારત સામે ઝિમ્બાબ્વે જીતી જાય તો ત્યાંના વ્યક્તિ સાથે લગ્ન કરવાનું કહી રહી છે.

સેહર શિનવારીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ. જો આગામી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે ચમત્કારિક રીતે ભારતને હરાવે તો.” ભારતીય ટીમે 4માંથી ત્રણ મેચ જીતી છે જેના કારણે ટીમ ઈન્ડિયાના 6 પોઈન્ટ છે અને તે ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.

ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં તેણે નેધરલેન્ડને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતને સાઉથ આફ્રિકાએ હરાવ્યું હતું જ્યારે ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલની ઉંબરે પહોંચી હતી. ત્યારે હવે કોઈ ચમત્કાર જ પાકિસ્તાનની ટીમને સિમિફાઇનલમાં પહોંચાડી શકે છે, પરંતુ અભિનેત્રીની ટ્વિટ સોશિયલ મીડિયાનો માહોલ હાલ ગરમ કરી દીધો છે.

Uma Thakor

disabled