નવરાત્રીના સમયે ઘરમાં લક્ષ્મી આવતા પરિવારે ઢોલ નગારા અને ફૂલોથી કર્યુ જોરદાર સ્વાગત, સો-સો સલામ છે આ પરિવારને - Chel Chabilo Gujrati

નવરાત્રીના સમયે ઘરમાં લક્ષ્મી આવતા પરિવારે ઢોલ નગારા અને ફૂલોથી કર્યુ જોરદાર સ્વાગત, સો-સો સલામ છે આ પરિવારને

સુરતના બીજી પણ લાડલી ક્યૂટ દીકરીનો જન્મ થયો તો પરિવારે સોસાયટી તથા ઘરને ફૂલોથી શણગારી ઢોલ વગાડતા વગાડતા દીકરીને વધાવી લીધી અને તેનું ભવ્ય સ્વાગત કર્યું. જોઈ લો

દેશભરમાં “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે ઘણીવાર એવું બનતુ હોય છે કે માતા-પિતા દીકરાની આશા રાખતા હોય છે. દીકરી મારી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ જણાતો હતો. દીકરીના જન્મના ઉત્સાહમાં પરિવારજનોએ સોસાયટીમાં ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

દીકરીની ઉપેક્ષા ઘણીવાર કરવામાં આવતી હોય છે. દીકરી ઘણીવાર કંઇ પણ કરી લે પરંતુ જો ઘરમાં દીકરાએ કંઇ નાનું એવું કામ પણ કરી લીધુ હોય તો વધારે તેની વાહ વાહ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખર પ્રશંસાપાત્ર છે. એક પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતા તેમણે ઢોલ નગારા સાથે દીકરીનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ કિસ્સો ખરેખર એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. આ કિસ્સો સુરતનો છે.

સુરતના એક પરિવારમાં બીજી દીકરીનો જન્મ થયો હતો અને આ પરિવારે નવરાત્રીના સમયમાં દીકરીનો જન્મ થયો હોવાથી તેનું જોરદાર સ્વાગત કર્યુ હતુ. આપણે જાણીએ છીએ કે પરિવારમાં કોઇ નાના બાળકનો જન્મ થાય તો પરિવારમાં કેટલો ઉત્સાહ હોય છે. ત્યારે નવરાત્રીના સમયમાં જો ઘરમાં લક્ષ્મી આવે તો પરિવારની ખુશીનું તો ઠેકાણુ જ નથી રહેતુ. આ પરિવાર દ્વારા દીકરીનું સ્વાગત ઢોલ-નગારા અને ફૂલો સાથે કરવામાં આવ્યુ. આ સાથે સોસાયટીને પણ સજાવવામાં આવી હતી અને તે બાદ દીકરીને ઘરે લાવવામાં આવી.

Live 247 Media

disabled