આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, જ્યાં રહે છે માત્ર 27 લોકો, બે થાંભલા પર ટકેલો છે આખો દેશ, બે ફ્લેટ જેટલી પણ જગ્યા નથી - Chel Chabilo Gujrati

આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, જ્યાં રહે છે માત્ર 27 લોકો, બે થાંભલા પર ટકેલો છે આખો દેશ, બે ફ્લેટ જેટલી પણ જગ્યા નથી

દુનિયાના સૌથી નાના દેશ વિશે તમને ખબર નહિ હોય, વેટિકન સીટી નહિ પરંતુ આ છે દુનિયાનો સૌથી નાનો દેશ

દુનિયાભરમાં ઘન બધા દેશ છે, જેમાં ઘણા નાના દેશો પણ છે અને ઘણા મોટા મોટા દેશો પણ છે, સાથે જ દરેક દેશની એક આગવી વિશેષતા પણ જોવા મળે છે. તમે દુનિયાના ઘણા નાના મોટા દેશ વિશેની ઘણી બધી વાતો સાંભળી હશે પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની અંદર એક દેશ એવો છે જેમાં ફક્ત 27 લોકો જ રહે છે ? અને આ દેશ દરિયામાં ફક્ત બે થાંભલા પર ટકેલો છે.

જો તમને પૂછવામાં આવે કે વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે, તો તમારો જવાબ શું હશે? જો તમને સામાન્ય જ્ઞાન હોય, તો તમારો જવાબ હશે “વેટિકન સિટી. ” પરંતુ વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી નથી, પરંતુ ઉત્તર સમુદ્રમાં સ્થિત સીલેન્ડ છે.  આ દેશ તેના નામ પ્રમાણે જ ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે. જો કે, વેટિકન સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સૌથી નાનો દેશ છે.

સીલેન્ડ એક માઇક્રોનેશન છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી. અહીંનો રાજકુમાર માઈકલ બેટ્સ છે. તેને 2 સપ્ટેમ્બર 1967ના રોજ માઇક્રોનેશન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો આપણે તેના વિસ્તાર વિશે વાત કરીએ, તો કુલ 0.004 KM સ્ક્વેર (0.0015 ચોરસ માઇલ)નો દાવો કરવામાં આવે છે. અહીં કથિત ચલણ સીલેન્ડ ડૉલરના સિક્કા અને ટપાલ ટિકિટ છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો દ્વારા સીલેન્ડની રચના કરવામાં આવી હતી. તેનો ઉપયોગ સેના અને નૌકાદળ માટે કિલ્લા તરીકે થતો હતો. તે યુકેની સરહદની બહાર સ્થિત હતું, તેથી યુદ્ધ સમાપ્ત થયા પછી તેને તોડી પાડવું જોઈતું હતું, પરંતુ નાશ પામ્યું ન હતું.  2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી માત્ર 27 નોંધાઈ હતી. આ બહુ નાના દેશમાં આજીવિકાનું કોઈ સાધન નથી. જ્યારે લોકોને આ વિશે પહેલીવાર ખબર પડી ત્યારે લોકોએ ઘણું દાન આપ્યું અને અહીંના લોકોને ઘણી મદદ મળી. બાદમાં વિવિધ દેશોના પ્રવાસીઓ પણ અહીં આવવા લાગ્યા.

Uma Thakor

disabled