બ્રેકીંગ: બોલીવુડની આ મોટી હસ્તીનું નિધન થતા જ ભાઈજાન સલમાન થઇ ગયા દુઃખી દુઃખી, આખા બોલીવુડમાં શોક પથરાઈ ગયો - Chel Chabilo Gujrati

બ્રેકીંગ: બોલીવુડની આ મોટી હસ્તીનું નિધન થતા જ ભાઈજાન સલમાન થઇ ગયા દુઃખી દુઃખી, આખા બોલીવુડમાં શોક પથરાઈ ગયો

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, ગીતકાર અને રાઇટર દિગ્ગજ સાવન કુમાર ટાકનું મુંબઇના કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં ગુરુવારે એટલે કે આજે સાંજે લગભગ 4.15 વાગે નિધન થયું છે. સાવન કુમારના ભત્રી અને ફિલ્મ નિર્માતા નવીન ટાકે આ વિશે જાણકારી અપાતાં જણાવ્યું હતું કે ‘ડોક્ટરોના અનુસાર હાર્ટ એટેક અને મલ્ટીપલ-ઓર્ગન ફેલિયરના લીધે તેમનું નિધન થયું છે.

નવીન ટાકએ જણાવ્યું હતું કે ‘સાવન કુમાર 86 વર્ષના હતા અને છેલ્લા ઘણા ટાઇમથી તેમને ફેફસાં સંબંધિત બિમારી સાથે ગ્રસિત હતા. ગત થોડૅઅ દિવસોથી તેમને ખૂબ નબળાઇ અનુભવાતી હતી અને તેમને તાવનો અનુભવ થઇ રહ્યો હતો. અમને લાગ્યું કે તેમને ન્યૂમોનિયા થયો હશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ ખબર પડી કે તેમના ફેફસાં ખરાબ થઇ ગયા છે.

આઇસીયૂમાં એડમિટ થયા હતા ત્યાં સાવન કુમારનું હદય યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. એવામાં તેમની સ્થિતિ ખૂબ નાજુક હતી.’ મિત્રો તમને જણાવી દઇએ કે પોતાના ચાર ચાર દાયકાથી લાબું કેરિયરમાં સંજીવ કુમારથી માંડીને બોલીવુડના ટોપ સ્ટાર સલમાન ખાન જેવા મોટા મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું. સાવન કુમાર ટાકે એક નિર્માતા તરીકે પોતાની પહેલી ફિલ્મ નૌનિહાલ બનાવી હતી,

જેમાં સંજીવ કુમારે પણ એક ઘણી ઈમ્પોર્ટન્ટ રોલ નિભાવેલો હતો. સાવન કુમાર ટાકે એક નિર્દેશક તરીકે પોતાની પહેલી ફિલ્મ અભિનેત્રી મીના કુમારી સાથે બનાવી હતી જે 1972 માં રિલીઝ થઇ હતી અને ફિલ્મનું નામ હતું ગોમતી કે કિનારે. તેમણે સંજીવ કુમાર, મીના કુમારી ઉપરાંત રાજેશ ખન્ના, જીતેન્દ્ર, શ્રીદેવી, જયા પ્રદા, સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે કામ કરી મોટી મોટી હિટ ફિલ્મો આપી હતી.

બોલીવુડના ટોપ ખાનમાં આવતા સલમાન ખાને સાવન કુમાર ટાક સાથેની ફોટો મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ખૂબ જ જૂની તસવીર છે, જે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફિલ્મ નિર્માતા, ગીતકાર અને બેસ્ટ ડાયરેક્ટર સાવન કુમાર ટાકને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું 25 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 4:15 વાગ્યે નિધન થયું. તેમના ભત્રીજા નવીને એક ઓનલાઈન પોર્ટલને જાણકારી આપતાં કહ્યું કે, ‘સાવન જીને આજે સાંજે લગભગ 4:15 વાગ્યે હાર્ટ એટેક આવ્યો અને મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે તેમનું અવસાન થયું. આજે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 86 વર્ષીય સાવન કુમારના પીઆરઓ મન્ટૂ સિંહે જણાવ્યું કે, તેમને લગ્ન નહોતા કર્યા. તેમને 3 બહેન અને એક ભાઈ છે.તેમને થોડાં દિવસ પહેલાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંની બીમારી હતી, પરંતુ આ વખતે તે સીરિયસ હતાં. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરતું નહોતું.

admins

disabled