"એવી કઈ વસ્તુ છે જે છોકરો પાણી જેવું સફેદ સફેદ કાઢે છે અને છોકરી પી જાય છે?" ઇન્ટરવ્યૂમાં પૂછેલા આ સવાલનો જવાબ સાંભળીને ચોંકી ઉઠશો - Chel Chabilo Gujrati

“એવી કઈ વસ્તુ છે જે છોકરો પાણી જેવું સફેદ સફેદ કાઢે છે અને છોકરી પી જાય છે?” ઇન્ટરવ્યૂમાં પૂછેલા આ સવાલનો જવાબ સાંભળીને ચોંકી ઉઠશો

છોકરીને પૂછ્યું: છોકરો સફેદ સફેદ કાઢે છે અને છોકરી પી જાય છે, જવાબ સાંભળીને ઉડી જશે હોશ…

ઘણીવાર આપણે ઈન્ટવ્યુ માટે કેટલી પણ તૈયારી કરીને જઈએ ઇન્ટરવ્યૂ લેનાર કેટલાક એવા સવાલો પૂછી લેતા હોય છે જેના જવાબો આપણા દિમાગમાં આવતા પણ નથી, કેટલાક એવા સવાલો હોય છે જેના જવાબો આપણે જાણતા હોવા છતાં પણ નથી આપી શકતા, સાવ સામાન્ય લાગતા પ્રશ્નોના જવાબ આપણા હૈયામાં હોય પરંતુ હોઠે નથી આવતા આવું ઘણીવાર આપણી સાથે બન્યું હશે અને તમે અનુભવ્યું પણ હશે.

કેટલીકવાર કેટલાક ઇન્ટરવ્યૂના એવા પ્રશ્નો પણ સામે આવે છે કે જેના મતલબ બે તરફ થતા હોય. સામાન્ય જીવનમાં આપણે એવા પ્રશ્નોના જવાબ તો આપી દઈએ છીએ અને સાચો જવાબ મળતા આપણે હસવા પણ લાગીએ છોએ પરંતુ ઇન્ટરવ્યૂમાં આપણે એ જવાબ આપતી વખતે હજાર વાર વિચારવું પડે છે.

આપણા રોજિંદા જીવનમાં જ બનતી એવી કેટલીય ઘટનાઓ હોય છે જેને લઈને જ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછતાં હોય તે છતાં પણ આપણે આવ પ્રશ્નોના જવાબો નથી આપી શકતા ત્યારે અમે તમને એવા જ કેટલાક પ્રશ્નોના જવાબ જણાવવાના છીએ જેના જવાબ તો તમને સાવ સામાન્ય લાગશે પરંતુ એકવાર વિચારવા ઉપર જરૂર મજબુર કરી દેશે.

પ્રશ્ન : કૂવાની અંદર 9 દેડકા છે અને એમાંથી 3 મરી જાય છે તો કુવામાં કેટલા દેડકા બચ્યા?
મોટાભાગે આપણે આવો પ્રશ્ન આવતા સીધા ગણિતની રીતે જ ઉત્તર આપીએ છીએ અને જવાબ આપીએ છીએ 6. પરંતુ તમારો આ જવાબ ખોટો પડે છે કારણ કે કૂવાની અંદર કુલ 9 દેડકા જ બચે છે. મરેલા દેડકા પણ કૂવાની અંદર જ રહેલા છે ભલે એ મૃત્યુ પામ્યા છે પણ બહાર તો નથી નીકળ્યા ને.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે છોકરો પાણી જેવું સફેદ સફેદ કાઢે છે અને છોકરી પી જાય છે?
આ પ્રશ્ન જો કોઈ ઈન્ટવ્યુ લેનાર પૂછે ત્યારે પહેલા તો સાંભળીને જ કોઈપણને શરમ આવી જાય, આપણા મનમાં કોઈક બીજો જ વિચાર દોડવા લાગે પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ છે “આંસુ”. જે છોકરાઓ વહાવીને બહાર કાઢી દે છે જયારે છોકરીઓ ઘણીવાર પી પણ જાય છે.

પ્રશ્ન: કોઈ છોકરીને પ્રપોઝ કરવો એ ગુન્હો છે?
આ પ્રશ્નમાં આપણને પૂછે એટલે છોકરી સાથે જોડાયેલી બાબત આવે માટે આપણે તરત એમ માનીએ કે હા આ ગુન્હો છે. કારણ કે આપણા દેશમાં મહિલા માટેના ઘણા કાયદાઓ બન્યા છે. પરંતુ IPCની કોઈપણ કલમમાં પ્રપોઝ કરવાને ગુન્હો ગણવામાં આવતો નથી માટે એ ગુન્હો બનતું નથી.

પ્રશ્ન: તમે પેન્સિલને એવી કઈ જગ્યાએ મુકશો જ્યાંથી કોઈ તેને કૂદી ના શકે?
આ પ્રશ્ન જો પૂછવામાં આવે તો આપણું મગજ પહેલા જ ચકરાવે ચઢી જાય કારણ કે પેન્સિલ જેવી નાની વસ્તુને તો કોઈપણ કૂદી શકે? હવે એવી જગ્યા કઈ હોઈ શકે? ત્યારે તેનો સાચો જવાબ છે દીવાલ પાસે અડકાવીને. જો તમે દીવાલ પાસે પેન્સિલ મુકો છો તો તેને કોઈ કૂદી શકવાનું નથી.

પ્રશ્ન: ગાય દૂધ આપે છે અને મરઘી ઈંડા આપે છે, પરંતુ એવું કોણ છે જે બંને આપે છે ?
આવો પ્રશ્ન જો પૂછે તો આપણું મગજ પ્રાણીઓ તરફ જ દોડવા લાગે, દિમાગની અંદર તમામ પ્રકારના પ્રાણીઓ દોડવા લાગે છતાં પણ સાચો જવાબ શોધતા ગોટાળે ચઢી જઈએ તો પણ મળે નહિ. પરંતુ સાચો જવાબ સાંભળીને તમે હસી જશો. આવી એક જ વ્યક્તિ છે અને એ છે “દુકાનદાર.”

તો જોયુંને તમે ઇન્ટરવ્યૂની અંદર આવા જ સાવ સામાન્ય જવાબના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને આપણને તેનો જવાબ પણ ખબર હોય છે તે છતાં પણ આપણે સાચો જવાબ આપી નથી શકતા કારણ કે જયારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એ પ્રશ્નને અનુરૂપ જ આપણે વિચારવા લાગીએ છીએ અને જવાબ કંઈક વિપરીત જ હોય છે.

 

Live 247 Media

disabled