આવા કપાતર દીકરા અને પત્નીને શું સજા આપવી જોઈએ? અમદાવાદમાં પત્ની અને દીકરાના ત્રાસથી પતિએ સાબરમતીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું, સમગ્ર ઘટના જાણીને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણી પરણીતાઓ પણ સાસરિયા અને પતિના ત્રાસના કારણે જીવન ટૂંકાવી લેતી હોય છે. પરંતુ હાલ અમદાવાદમાંથી ખુબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્ની અને દીકરાના ત્રાસથી મોતને વહાલું કરી લીધું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સરદાર નગર રહેતા જગદીશભાઈ રામસિંઘાના લગ્ન વિનાબેન નામની મહિલા સાથે વર્ષ 1998માં થયા હતા. લગ્ન બાદ તેમને દિનેશ નામનો એક દીકરો પણ હતો, જેની ઉંમર આજે 20 વર્ષની છે. લગ્નના થોડા વર્ષો સુધી તેમનું જીવન ખુબ જ સારી રીતે ચાલતું હતું, પતિ પત્ની અને બાળક બંને પરિવારથી એકલા રહેતા હતા.
પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ જ તેમની વચ્ચે કકળાટ શરૂ થઇ ગયો. વર્ષ 20419માં પત્ની તેના પતિને તેનું અને સસરાનું મકાન તેમજ દુકાન તેના નામ કરાવવા માટે દબાણ કરી રહી હતી. જેન બાદ સસરાએ તેમનું મકાન તેના પતિના નામે જ કરી દીધું જેના કારણે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા યથાવત રહ્યા.
એટલું જ નહીં પત્ની પોતાના પતિ પાસે ઘરનું પણ બધું જ કામ કરાવતી હતી, આ બાબતની જાણ જગદીશના પિતાને નાહોતી, પરંતુ જયારે જગદીશે પોતાના પિતાને આ વાત કરતા તેના પિતાએ ઠપકો આપ્યો હતો ત્યારે 20 જાન્યુઆરીના રોજ જગદીશના દીકરા આ વાત દાદાને કેમ જાણ કરી એમ કહીને લાફા પણ માર્યા હતા અને તેની માતાનો જ સાથ આપ્યો હતો.
આ ઝઘડો એટલો વધી ગયો હતો પત્નીએ અને દીકરાએ મળીને જગદીશભાઈને ઘરની બહાર કાઢી મુક્યા હતા. આ ઘટનાને લઈને તણાવમાં આવી ગયેલા પતિ સબર્મિત નદી પર આવેલા ઇન્દિરા બ્રિજ ઉપર ગયા હતા અને ત્યાંથી તેમને નદીમાં પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેના બાદ તેમનો મૃતદેહ 26 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના બાદ આ ઘટના અંગે જગદીશભાઈના પિતાએ એરપોર્ટ પોલીસ મથકમાં પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.